આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં પાણીની આવક સારી હોવાના કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. અને તેની સપાટી 132ની આસપાસ નોંધાઈ છે. આ સપાટી બુધવારે સાંજ સુધીમાં 132.08 પર પહોંચી જશે. પરંતુ, સામે નદીમાં પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે, પાણીનો સદઉપયોગ કરવા માટે વીજ ઉત્પાદન યુનિટો પણ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં કરોડો યુનિટ વીજ ઉત્પાદન થાય છે.
સરદાર સરોવર ડેમની સપાટી 132 પર પહોંચી, કરોડો યુનિટ વીજ ઉત્પાદન થયું - સરદાર સરોવર ડેમ
ગાંધીનગરઃ આ વર્ષે ચોમાસાએ ખરી રંગત જમાવી છે. જે અંતર્ગત ખૂબ જ સારો વરસાદ સમગ્ર રાજ્ય અને દેશમાં નોંધાયો છે. નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. આજના દિવસે જ નર્મદા ડેમની સપાટી 132.02 પર પહોંચી છે. ત્યારે, અહીં સ્થાપવામાં આવેલા વીજ યુનિટો પણ કાર્યરત કરવામાં આવ્યાં છે.
Sardar sarovar dam
ગુજરાત રાજ્યને 16 ટકા વીજળી પ્રાપ્ત થઈ છે. જ્યારે, બાકીની વીજળી નિયમ પ્રમાણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને આપવામાં આવી છે. ગુજરાતને મળતી વીજળી બે રૂપિયા પ્રતિ યુનિટ લેખે ગુજરાત સરકારની વીજ કંપનીને વેંચવામાં આવી છે.