ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાની સિવિલ હોસ્પિટલમાં POPની છત ધરાશાયી, દર્દીઓનો આબાદ બચાવ - NARMADA

નર્મદાઃ જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જીકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓનો એક મહિલાની સમય સુચકતાને કારણે દર્દીઓનો આબાદ બચાવ થયો છે. મોટી જાનહાની ટળી છે. જોકે સિવિલ સર્જન હરકતમાં આવી PIUને જાણ કરી ચેકીંગ કરી રીપેર કરવાની સૂચના આપી હતી.

NARMDA

By

Published : Jun 27, 2019, 8:47 PM IST

સોમવારે વહેલી સાવરે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પુરુષ વોર્ડમાં અચાનક POPની છત ધરાશાઈ થઈ હતી. વોર્ડમાં રહેલ 15 થી વધુ દર્દીઓનો આબાદ બચાવ થયો હતો જોકે, સિવિલ સર્જને આ સિવિલ જર્જરિત હોવાનું પહેલે થીજ જાણ હતી. એક પ્રશ્ન એ પણ થાય કે તંત્ર કોઈ મોટી ઘટના ઘટે જેની રાહ જોઈ રહ્યુ છે? રાજપીપળા સિવિલ હોસ્પિટલ જર્જરીત હાલત અંગે અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી. આ મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ પણ ઉઠાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા દર્દીઓની ખબર પૂછવા પહોંચ્યા હતા સાથે સિવિલ હોસ્પિટલને નવા બિલ્ડીંગમાં ખસેડવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

નર્મદાની સિવિલ હોસ્પિટલમાં POP ની છત ધરાશાયીઃદર્દીઓનો આબાદ બચાવ

રાજપીપળા સિવિલ હોસ્પિટલ 100 વર્ષ જૂની અને 80 બેડની છે. જ્યારે વસ્તી વધતા નવા બિલ્ડીંગની માંગ કરવામાં આવી હતી ત્યારે, હાલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ અધૂરું છે અને ગામથી 6 KM દૂર છે ત્યારે રાજપીપળામાં આવેલ આયુર્વેદિક કોલેજમાં સિવિલ હોસ્પિટલ ખસાડાય તેવી માંગ કરવામાં આવી છે. હાલ એક બેડ પર બે દર્દી સુવડાવવા પડે એવી હાલત છે જેમાં પણ બેડ ઉપર જર્જરીત છત ક્યારે પણ ભોગ લઈ શકે છે. નર્મદા જિલ્લાના દર્દીઓની હાલત કોણ સુધારશે એ પણ એક પ્રશ્ન છે.

નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલ છે અને જેમાં સોમવારે મોટી ઘટના-ઘટતી બચી ગઈ ત્યારે હોસ્પિટલને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે કે કેમ, કોઈ મોટી ઘટના ઘટે જેની તંત્ર રાહ જોઈ રહ્યું છે એ જોવાનું રહ્યું

ABOUT THE AUTHOR

...view details