ગુજરાત

gujarat

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું

By

Published : Jan 17, 2020, 5:25 PM IST

નર્મદા : કેવડિયા ખાતે બની રહેલા ગ્રીન સોલરબેઝડ રેલવે સ્ટેશનની મુલાકાત રેલવે પ્રધાન પિયુષ ગોયેલે લીધી હતી. તેઓએ કેવડિયા ખાતે બની રહેલા નવ નિર્માણ ભવનની કામગીરીને પણ નિહાળી હતી. આ સાથે જ ત્યાં મુકવામાં આવેલા મોડેલ, મેપની માહિતી મેળવી હતી. આ સમયે તેમણે ત્યાં ચાલી રહેલા ભવનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ રેલવે ભવનનું ખાતમુહર્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 15 ડિસેમ્બર 2018માં કર્યું હતું.

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું
રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું

અહીં બે વર્ષ થઇ થઇ જતા છતાં પણ હજુ રેલવે ભવનના માત્ર પાયાનું કામ ચાલી રહ્યું છે. ગત મહિને રાજ્ય રેલવે પ્રધાન અંગાડી રેલવે કોન્ફ્રાક્ટ્રો પર રોષ વ્યકત કર્યો હતો. જે બાદ બીજા મહિનામાં રેલવે મોનિસ્ટર જાતે નિરીક્ષણ કરવા આવ્યા જે બાબત સૂચવે છે કે કામ ધીમી ગતિએ ચાલે છે. પ્રધાન પિયૂષ ગોયેલ જમીન સંપાદનને લઈને જે મુખ્ય પ્રશ્ન હતો તેને લઇ જિલ્લા કલેકટર સાથે કરી ચર્ચા હતી.

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે કેવડિયામાં બની રહેલા નવ નિર્માણ રેલવે ભવનનું નિરક્ષણ કર્યું

ABOUT THE AUTHOR

...view details