- ઈકો સેન્સિટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામો
- ઇકો સેન્સેટિવ ને કારણે આદિવાસી લોકો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત
- ખેડૂતોના હકપત્રકમાં કલમ 1075ની કાચી એન્ટ્રી પાડી દીધી
નર્મદા : ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર લખીને ભાજપ પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી, ત્યારે બુધવારે કેબિનેટ બેઠક પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરીને રાજીનામું પરત ખેચ્યું છે. રાજીનામું પરત ખેચવાનું કારણ તેમણે નાદુરસ્ત તબિયતનું ગણાવ્યું છે.એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, મનસુખ વસાવાની નારાજગી માટે અન્ય કારણો જવાબદાર છે. જેમાંથી નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન સામે સ્થાનિકોનો વિરોધ મુખ્ય ગણાય છે.
- ઈકો સેન્સિટિવ ઝોન મામલે ખેડૂતો આંદોલનના મૂડમાં
આજે આ સરકારે ફરી અમારી આદિવાસીઓની જમીન પડાવી લેવાનો કિસ્સો હાથ ધર્યો છે. ગરુડેશ્વર તાલુકાના 121 હામ માં ઇકો સેન્સેટિવ ઝોનનો સમાવેશ કરવામાં આવતા આદિવાસીઓના 121 ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે કે, જે અમારા ખેડૂતોના હકપત્રકમાં કલમ 1075ની કાચી એન્ટ્રી પાડી દીધી છે. જેને અમને કહ્યું પણ નથી. જેને કારણે અમે હવે આંદોલન કરવા તૈયાર થયા છે.ગ્રામજનો નું કહેવું છે કે, બાળપણ થી લઈ અમારી આખી જિંદગી અમારા ગામમાં અમે કાઢી છે. હવે આ સરકાર અમને ગામમાંથી બહાર કાઢવા અમારા ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન સમાવેશ કરી દીધો છે.ગામજનોએ પણ ચિમકી ઉચ્ચારી છે કે જો આ કાયદો રદ નહિ કરે તો અમે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ.
સરદાર સરોવર નર્મદા માટે લીધેલી જમીનનું વળતર પણ બાકી
નર્મદા જિલ્લાના 121 ગામો ને ઇકો સેન્સેટિવ ઝોનમાં લેવામાં આવતા ગામે ગામથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.સરકાર આ વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણવા કટિબદ્ધ છે તો સ્થાનિકો એનો વિરોધ કરી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ 6 ગામના લોકોની જે સરદાર સરોવર નર્મદા ડેમમાં જમીન સરકારે લઈ લીધી તેનું વળતર પણ હજુ સરકારે ચૂકવ્યું નથી. જે માટે 10 વર્ષ થી સરકાર સામે લાગી રહ્યા છે.
ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગામજનોનું શું કહેવું
- ઇકો સેન્સેટિવ ઝોનનો સમાવેશ કરવામાં આવતા આદિવાસીઓના 121 ગામોમાં ભયનો માહોલ
- બાળપણ થી લઈ અમારી આખી જિંદગી અમારા ગામમાં પસાર કરી
- સરકારે અમને ગામમાંથી બહાર કાઢવા અમારા ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન સમાવેશ કર્યો
- ગામજનોએ પણ ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ચિમકી ઉચ્ચારી
- કાયદો રદ નહિ કરે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી
20 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વસાવાએ લખ્યું છે કે ભારતના રાજપત્રના માધ્યમથી નર્મદા જિલ્લાના 121 ગામને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ કરવામા આવ્યાં છે. ઝોન જાહેર થતાં સરકારી લોકો ગામના ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા લાગ્યા છે. પત્રમાં મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે 121 ગામના રહીશોને કોઈપણ માહિતી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર ઇકૉ-સેન્સિટિવ ઝોન માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને કારણે લોકોમાં રોષ છે તેમણે વધુમાં લખ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘોર ઉપેક્ષા થવાના કારણે આદિવાસી સમાજના લોકો દેશની મુખ્ય ધારાથી વિખૂટા પડી ગયા છે. વસાવા માને છે કે ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં સામેલ થવાથી આ ગામોની અંદર રહેતા લોકોને મોટી અસર થશે.