આ અંગે કેન્દ્રીય ઉર્જાપ્રધાન આર કે સિંહે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઊર્જાના બચાવ અને ઓછી ઊર્જામાં વધુ કામ કરવા સહિતના મહત્વના મુદ્દાઓને ધ્યાન પર રાખીને તૈયાર થયેલાં નવીન પ્રયોગોની માહિતી આપી હતી.
હવે ખેડૂતો જાતે જ ઊર્જા ઉત્પન્ન કરી આવક મેળવી શકશે: આર.કે. સિંહ
નર્મદાઃ સમગ્ર દેશમાં ઊર્જા ક્ષેત્રે અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે. જે અંગે આજે નર્મદાના ટેન્ટ સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં કેન્દ્ર શાસિત પ્રદેશના ઊર્જા પ્રધાનો અને ઊર્જા સચિવો હાજર રહ્યાં હતાં.
આર કે સિંહ
આ ઉપરાંત રીન્યુએબલ એનર્જી, સોલાર રુફ ટૉપ, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી જેવા પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે પહેલા ખેડુતોને ઉર્જા બહારથી લેવી પડતી હતી. પરંતુ, હવે ખેડુતો જાતે જ ઉર્જા ઉત્પન્ન કરી શકશે અને અન્ય આવક પણ મેળવી શકશે.
Last Updated : Oct 11, 2019, 6:36 PM IST