કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા એ ગામને એકઠું કરી ગામના 7 એકરથી વધુ ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી કરી હતી. તો ઉલ્લેખનીય છે કે આખું ગામ સ્વેચ્છાએ આ વૃક્ષો વાવવા જોડાયા.અને તમામ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
નર્મદાના કુંવરપુરા ગામે ગૌચરની જમીનમાં 11000 વૃક્ષોની વાવણી
નર્મદાઃ જિલ્લામાં વૃક્ષોના નિકંદન સામે કુંવરપુરા ગામના લોકોએ ગૌચર જમીનમાં 11000 વૃક્ષો વાવી જેની માવજતનો સંકલ્પ કર્યો હતો. તે સાથે એકઠું થઈને વૃક્ષોની વાવણી કરી એક મેસેજ છોડ્યો હતો કે જો આવું તમામ સરપંચ સંકલ્પ કરી એક હજાર વૃક્ષો વાવણી કરી ઉછેરે તો જિલ્લો ફરી લીલોછમ બની જાય. તેનજ આવનારા પ્રવાસીઓમાં એક આકર્ષણ પણ ઉભું થાય.
FDGBGH
સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે, આ કોઈ જાહેર કાર્યક્રમ નથી કે કોઈ દેખાવ નથી ગ્રામજનોએ એક સંકલ્પ લીધો છે અને તેઓ કામે લાગી ગયા છે. વધુમાં જણાવ્યું કે, અમારા ગામના રોડ પર પણ ઘણા વૃક્ષો હતા. જે રોડમાં કપાઈ જતા અમે આ યજ્ઞ હાથ પર ધર્યો છે. તો જિલ્લામાં અનિયમિત વરસાદ છે. વૃક્ષો હશે તો વરસાદ વધુ આવશે તેવી આશાથી અમે 11000 વૃક્ષો એક સાથે વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.