નર્મદાઃ જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે. જે લોકડાઉન દરમિયાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. તેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ફરવાલાયક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક દરમિયાન સરકાર દ્વારા અનેક ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસી સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની મંજુરી આપવામાં આવી છે, આ અંતર્ગત કેવડિયામાં નિર્માણ પામેલા સુંદર જંગલ સફારીને બીજી વાર ટ્રાયલ બેઝ માટે ખુલ્લું મુકાયું છે. છેલ્લા 8 મહિનાથી બંધ રહેલું જંગલ સફારી શરૂ કર્યું છે. જેની સાથે બાળકો માટે એકદમ આકર્ષક એવું પેટ ઝોન ખુલ્લું મુકાવામાં આવ્યું છે. જે બાળકોનું સૌથી મોટું આકર્ષણ બની રહેશે. આ પેટ ઝોનમાં નાના બાળકો નાના નાના પ્રાણીઓ સાથે રમી શકે છે.
જંગલ સફારીની શરૂઆત બાદ બાળકો માટે પેટ ઝોન તૈયાર: ટ્રાયલ માટે ખુલ્લું મુકાયું - સ્ટેચ્યુ ઓફ યુનિટી
કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક દરમિયાન સરકાર દ્વારા અનેક ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસી સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની મંજુરી આપવામાં આવી છે, આ અંતર્ગત કેવડિયામાં નિર્માણ પામેલા સુંદર જંગલ સફારીને બીજી વાર ટ્રાયલ બેઝ માટે ખુલ્લું મુકાયું છે. છેલ્લા 8 મહિનાથી બંધ રહેલું જંગલ સફારી શરૂ કર્યું છે.
જે માટે વન વિભાગે સ્પેશિયલ આયોજન કર્યું છે. પેટ ઝોનમાં ન્યુઝીલેન્ડ પેરોટ કોકાટુ, સાઉથ અમેરિકા પેરોટ મકાઉ અને ગુઈના પીગ, ટરકી મરઘી, યુરોપિયન રેબીટ, પોની ( નાનો ઘોડો) અને ગુશેર યુરોપિયન બતક જેવા અનેક વિદેશી પાલતુ પક્ષીઓ, પ્રાણીઓ સાથે મળી 20 જેટ્લી પ્રજાતિના પ્રાણીઓ પક્ષીઓ પણ મુકવામાં આવ્યા છે.
આ પક્ષીઓ અને પ્રાણીઓ સાથે બાળકો રમી શકશે, તેને ઉંચકી શકાશે, તેને પંપાળી શકે છે તેમજ ફોટોગ્રાફી પણ કરી શકાશે. આમ આવું સુંદર સ્થળ બનવવામાં આવ્યું છે. ત્યારે બાળકો પણ આ પેટ ઝોનમાં મસ્તી કરી આનંદ માણ્યો હતો. આજે 6 મહિનાથી લોકડાઉનમાં નાના બાળકો ઘરમાં રહેતા કંટાળી ગયા હતા, જેમને આ પેટ ઝોનમાં આવતા અનેરો આનંદ મેળવ્યો હતો.