પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લામાંથી રોજની મોટી સંખ્યામાં રેતીની ટ્રકો પસાર થાય છે. RTO નર્મદા કામગીરી કરે છે, પણ ખાણ ખનીજ વિભાગે આ બાબતે કોઈ પગલા ન ભરતા રેતી માફિયાઓને છૂટો દોર મળી ગયો હતો.
નર્મદા ખાણ ખનીજ વિભાગનો સપાટો, ઓવર લોડ ટ્રકને ઝડપી 9.50 લાખનો દંડ વસુલાયો - mine department
નર્મદા: બોડેલીથી સુરતના રસ્તા પર ઓવરલોડ રેતીની ટ્રકો ભરી રેતી માફિયાએ બેફામ પસાર થાય છે. ત્યારે નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કચેરી સામે અનેક પ્રશ્ન ઉભા થતા હતા. ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા ચેકીંગ હાથ ધરાતા ગરુડેશ્વરથી રાજપીપલા આવતી 4 ઓવરલોડ ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. જેને કેવડિયા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવી છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ 4 ટ્રકોને 9.50 લાખ જેટલો દંડ ફટકારાયો છે.
સ્પોટ ફોટો
નર્મદા જિલ્લો મહત્વનો હોવા છતાં કાયમી ખાણ ખનીજ અધિકારીઓ મુકાતા નથી અને ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે. જેના કારણે અહીં ખનીજ વિભાગની યોગ્ય કામગીરી થતી નથી. તાજેતરમાં ખાણ ખનીજ વિભાગે 4 ઓવરલોડ ટ્રકોને ઝડપી 9.50નો દંડ ફટકાર્યો છે.