ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હેલીકોપ્ટર સેવા પર બ્રેક

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારને આકાશી નજારો જોવા માટે પ્રવાસન વિભાગ દ્વારા હેલીકૉપટરની સેવા શરૂ કરવામાં આવી હતી. 2900 રૂપિયાની ટિકિટ લઇ પ્રવાસીઓને 10 મિનિટનો આકાશી નજારો દેખાડવામાં આવતો હતો. આ લ્હાવો લેવા પ્રવાસીઓને હેલીકૉપટરમાં બેસવાની ભીડ જામતી હતી. પરંતુ હાલ આ હેલીકૉપટર સેવા બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે અન્ય સ્થળે ખસેડાયા બાદ ફરી આ સેવા શરૂ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

By

Published : Oct 9, 2019, 6:53 PM IST

Updated : Oct 16, 2019, 1:55 AM IST

હાલ નર્મદા અને સ્ટેચ્યુ ઉપર ફરવા આવતા પ્રવાસીઓને આ આકાશી નજારો જોવાનો લ્હાવો મળી શકતો નથી. લીમડી બરફળિયા પાસે જે હેલિપેડ જે.પી કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ ખાનગી એજન્સીને આપવામાં આવી હતી. હાલ આ હેલીપેડ સામે જ જંગલ સફારી બનાવવામાં આવી રહ્યું છે.

હાલ પક્ષીઓ, પ્રાણીઓ લાવવાની શરૂઆત થઇ ગઈ હોવાથી હેલીકૉપટર ના અવાજથી આ પ્રાણીઓ ગભરાય છે. જેમને નુકશાન ન થાય તે માટે હેલીકૉપટર સેવાની સંસ્થાને તંત્ર દ્વારા નોટિસ આપી હાલ બંધ કરાવી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે, બીજીકોઈ જગ્યા પસંદ કરે ત્યારે આ સેવા પુનઃ શરૂ થાય એમ છે. પરંતુ જે સ્ટેચ્યુ પાસે આ ખાનગી એજન્સીને સફળતા મળતી તેવી ન પણ મળે જેથી હાલ હેલીકૉપટર સેવા પર બ્રેક લાગી શકે છે.

Last Updated : Oct 16, 2019, 1:55 AM IST

ABOUT THE AUTHOR

...view details