ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર ખાલી કરવા નોટીસ, 30થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા - gujarat

નર્મદાઃ જિલ્લાના લીમડી બાર ફળીયા વિસ્તારમાં 30 જેટલા પરિવારો 40 વર્ષથી વસવાટ કરી કાચા મકાનમાં રહીને રોજગારી કરી ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા 30 જેટલા લોકોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા આ 30 પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ndm

By

Published : Jul 15, 2019, 5:31 PM IST

ત્યાં આવેલી ગોરા કોલોની પાછળ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યા છે. હવે આ લોકો ત્યાં રહે તો રોજગારી માટે ક્યાં જાય, કેવી રીતે જીવે ? આ તમામ બાબતને લઈ 30 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ચોમાસાની સીઝન છે, ત્યારે આ સીઝનમાં અહીંયા રહેવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નર્મદા બંધ બનતો હતો ત્યારે હજારો કામદારોને ખાણી પીણીની સાધન સામગ્રી પૂરું પાડતું નવાગામ લીમડી બાર ફળિયાનું આ બજાર ખુબ આશીર્વાદ રૂપ હતું, નર્મદા બંધ ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના જે કિનારાના ગામ હતા, તે ગામના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા આવતા. આજે કામ પૂર્ણ થઇ ગયું કામદારો બીજે જતા રહ્યા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બાજુમાં આ જેપી કેમ્પનું બજાર આવેલું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનો વિસ્તાર ખાલી કરવા નોટીસ

ત્યારે આ બજાર હવે આધિકારીઓના આંખમાં ખુંચે છે. કેમકે એની જગ્યાએ કે માલેતુજાર આવી દુકાન તૈયાર કરવામાં આવશે. સરકારને કરોડોની આવક થશે. પરંતુ જો આ લોકોને એવી ડિઝાઇનથી ફરી તેમનું મકાન બનાવે દુકાન બનાવે, જો કાયમી રહેવા મળે તો આ લોકો પણ ખર્ચ કરવા તૈયાર છે, છતાં ચોમાસાની સીઝન છે, ત્યારે આ સીઝન અહીંયા રહેવા દેવા માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details