ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડિયાના આરોગ્ય વનમાં નોલીના વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર - મેક્સિકોનું વૃક્ષ

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસન સ્થળોનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વનમાં નોલીના નામનું એક મેક્સિકોનું વૃક્ષ છે. જેનું પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

Nolina tree
Nolina tree

By

Published : Nov 22, 2020, 5:22 PM IST

  • નોલીના વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર
  • નોલીના પ્લાન્ટ પાસે પ્રવાસીઓ સેલ્ફી પણ લે છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નોલીના પ્લાન્ટને મેક્સિકોથી મંગાવ્યું હતું

નર્મદાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જેટલા પ્રકલ્પોનું કેવડિયામાં ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં આરોગ્ય વન પણ સામેલ હતું. આરોગ્ય વનની અંદર નોલીના નામનું એક વૃક્ષ છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે, તે એક ઇન્ડોર પ્લાન્ટ છે અને આ વૃક્ષની ખાસિયત એ છે કે તેને 3 મહિના સુધી પાણી ન મળે તો પણ તે જીવિત રહે છે.

કેવડિયાના આરોગ્ય વનમાં નોલીના વૃક્ષ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર

26 વર્ષ જૂનો પ્લાન્ટ છે, 100 વર્ષ સુધીનું આયુષ્ય છે

નોલીના જેટલું બહાર લંબાઈમાં હોઈ એટલુંજ નીચે મૂળમાં હોઈ છે અને એનો આકાર હાથીના પગ જેવો હોય છે. એ પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓ વૃક્ષ સાથે સેલ્ફી પણ લે છે આજે નોલીના નામનું વૃક્ષ છે એ એનું આયુષ્ય એની ઉંમર ૨૬ વર્ષ જૂની છે. છતાં પણ હજુ ખૂબ નાનું દેખાય છે અને સો વર્ષ કરતાં પણ વધારે વર્ષ સુધી આ વૃક્ષ જીવંત રહે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા

પરંતુ ખાસિયત એ છે કે ઉંચાઈ તેની વધતી નથી અને મિડીયમ સાઈઝનું આ વૃક્ષ છે. ત્યારે તેનું આકર્ષણ પ્રવાસીઓમાં ભારે છે. ત્યારે આ વૃક્ષ વિશે અહીં આ ગાઇડ વિશે માહિતી આપી હતી. આ વૃક્ષના પાંદડાનો ઉપયોગ બુકે બનાવવામાં થાય છે. તેમજ આ પાંદડાને જો ઘરમાં સુશોભન માટે રાખવામાં આવે કલર કરીને તો ૨૫ વર્ષ સુધી પણ સુકાતાં નથી. એવી તેની ખાસિયત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકાર્પણ કરવા માટે અહીં આવ્યા હતા ત્યારે તેઓ પણ આ વૃક્ષ વિશેની માહિતી લીધી હતી અને તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details