1971 માં બનેલા વડીયા ગ્રામ પંચાયત ઘરને આજે 48 વર્ષ થયા છતાં છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે અને જે અંગે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી જિલ્લા પંચાયત અને જિલ્લા આયોજનમાં પણ માંગ કરી છે, પરંતુ વડીયા ગામની આ કચેરી હાલ બની નથી. જેથી સ્થાનિકો અને સભ્યોમાં રોષ ફેલાયો છે. છેલ્લા ઘણાં વર્ષોથી જર્જરિત મકાનમાં ચાલી રહેલી આ ગ્રામપંચાયતની કચેરીમાં જે ઈ-ધારા કેન્દ્ર ચાલુ છે. જેમાં મહિલા અને પુરૂષ કર્મચારી રોજ ટેબલ પર બેસી કોમ્યુટર વર્ક કરે છે.
નર્મદાના વડીયામાં ગ્રામપંચાયતની કચેરીની છતના પોપડા પડતા ટેબલ-ખુરશી તુટ્યા - નર્મદા
નર્મદાઃ જિલ્લાના વડીયા ગામે ગ્રામપંચાયત કચેરીની છતના પોપડાઓ ખરી પડ્યા હતા. વડીયા ગ્રામ પંચાયતનું કેન્દ્ર ઈ-ધારા કેન્દ્રમાં ઘટના બની હતી. રાત્રીના સમયે વરસાદ પડતા મકાનની છત પરના સિમેન્ટના પોપડાઓ ખરી પડતા ટેબલ અને ખુરશી પણ તૂટી પડી હતી.
Narmada
આ ઉપરાંત પટ્ટાવાળા પણ ત્યાં હોય છે અને ગામના રેશન કાર્ડની કુપન અને 7/12, 8-અના ઉતારા માટે ગામલોકોની લાઈનો લાગી હોય છે. એટલે જો સવારે આ પોપડા ખર્યા હોત તો મોટી જાનહાની થાત. જો કે, અહીંના કર્મચારીઓ દ્વારા લેખિત અને મૌખિક અનેકવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. હવે આજ કર્મચારીઓ ફરી તંત્ર પાસે નવા પંચાયતની માંગ કરી રહ્યા છે.