નર્મદાઃ જિલ્લામાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 10 દર્દીને અગાઉ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત 2 દર્દીને રાજપીપળા ખાતે સારવાર આપવામાં આવતી હતી. રાજપીપળા ખાતે દાખલ કરાયેલા દર્દીના રિપોર્ટ મંગળવારે નેગેટિવ આવ્યો હતો. જેથી આ બન્ને દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ બન્ને દર્દી ડિસ્ચાર્જ થતાં નર્મદા જિલ્લા હાલ કોરોના મુક્ત બન્યો છે.
નર્મદા જિલ્લો બન્યો કોરોના મુક્ત, તમામ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ
નર્મદા જિલ્લામાં કોરોનાના કુલ 12 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી 10 દર્દી સ્વચ્છ થતાં અગાઉ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા, ત્યારે મંગળવારે બીજા 2 દર્દીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. જેથી એ બન્ને દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લો બન્યો કોરોના મુક્ત, તમામ દર્દી સ્વચ્છ થતાં ડિસ્ચાર્જ
લોકડાઉન 3 દરમિયાન રાજ્ય સરકારે નર્મદાને ઓરેન્જ ઝોનમાં રાખ્યો છે. હવે જો 14 દિવસ સુધી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહી નોંધાઇ તો, જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થશે અને વધારાની છૂટછાટો પણ મળશે.