ગુજરાત

gujarat

ETV Bharat / state

શું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવા માગો છો તો અહીં ક્લીક કરો... - NARMADA

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર પહોંચતા 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટર પર આવેલી વ્યુવિંગ ગેલેરી કે જ્યાંથી નર્મદા બંધ ઓવરફ્લો થતો જોઈ શકાય છે. જે સમગ્ર દ્રષ્યો આજે તમને ETV BHARAT પ્રથમ વખત બતાવવા જઈ રહ્યું છે.

narmada

By

Published : Aug 9, 2019, 2:15 PM IST

Updated : Aug 9, 2019, 4:31 PM IST

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 132 મીટરને પાર પહોંચતા તેના 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. આ ઐતિહસિક પળને માણવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 135 મીટર પર આવેલી વ્યુવિંગ ગેલેરી કે જ્યાંથી નર્મદા બંધ ઓવરફ્લો થતો જોઈ શકાય છે.

શું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવા માગો છો તો અહીં ક્લીક કરો..., ETV BHARAT

તે સમગ્ર ક્ષણને કેટલાક પ્રવાસીઓ માણવા વ્યુઇંગ ગેલેરીમાં આવ્યા હતા. જે આજે ETV BHARAT તમને પ્રથમ વાર આ દ્રસ્યો બતાવવા જઈ રહ્યું છે. ત્યારે, ત્યાં આવતા પ્રવાસીઓ પણ આ નજારો જોઈ ખુશ નજરે પડયા હતા.

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, 135 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી નર્મદા ડેમ જોવાનું જે સ્વભાગ્ય પ્રાપ્ત થયું છે. તેનાથી આજે અમે પહેલીવાર નર્મદા ડેમ ઓવરફ્લોનો અદભુત નજારો જોઈ રહ્યાં છીએ.

Last Updated : Aug 9, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details