ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા વિવાદ વચ્ચે રાજ્ય માટે ખુશખબર, ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી - Good News for Gujarat

નર્મદા: ઉપરવાસમાંથી 44,992 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં 1340 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા જિલ્લામાં શનિવાર રાત્રીથી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 21, 2019, 10:02 AM IST

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે, આજે ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદામાં પાણી છોડવા બાબતે બન્ને સરકાર આમને સામને આવી ગઈ છે અને નર્મદા ડેમ પર રાજકારણ રમાઈ રહ્યું છે. જેમાં નર્મદા ડેમના ઉપરવાસમાંથી 44,992 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી છે.

નર્મદા વિવાદ વચ્ચે ગુજરત માટે ખુશખબર

હાલ જે ગુજરાતના ખેડૂતો માટે પણ 9258 ક્યુસેક પાણી નર્મદાની મેઇન કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના ડેડસ્ટોકની વાત કરીયે તો, 1340 MCM (મિલિયન ક્યુબિક મીટર ) પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. સરદાર સરોવર નર્મદા બંધ પાસે બે પાવર હાઉસ છે. જેમાં એક RBPH જેના 6 ટર્બાઈનો 200 મેગા વોટના એક એવા 6 ટર્બાઈનો અને CHPH ના 50 મેગા વોટના 5 ટર્બાઈનો જે સતત ચાલુ થાય તો 2700થી 3000 મેગા વોટ જેટલુ વીજ ઉત્પાદન કરવામાં આવે છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી રિવરબેડ પાવર હાઉસ બંધ છે. જો કે, 110 મીટરની સપાટી સુધી આ બંને પાવર હાઉસો ચાલી શકે. હાલ 121.47 મીટરની સપાટી છે. એટલે કે હાલ 21 મીટર જેટલું પાણી છે અને ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. નર્મદા જિલ્લામાં રિસાયેલા મેઘરાજા પણ મન મૂકી વરસી રહ્યા છે.

સતત વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. નર્મદા જિલ્લામાં 60 ટકા લોકો વરસાદ આધારિત ખેતી કરતા પહેલા વરસાદથી જ પોતાના ખેતરોમાં બિયારણની વાવણી કરી નાખી હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. આજે મેઘો વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જિલ્લામાં 5 તાલુકામાં વરસાદ વરસતા વાતવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details