ગુજરાત

gujarat

ETV Bharat / state

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સત્તત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 135ને પાર થઇ ગઈ છે. જે ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્ર અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમના 10 દરવાજામાંથી 1.5 મીટર ખોલી દરવાજામાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમ માંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે.

સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 135 મીટરને પાર

By

Published : Sep 3, 2019, 8:56 AM IST

નર્મદાનો ગોરા બ્રીજ ડૂબી ગયો છે. ત્યારે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા ડેમમાં હાલ 4670 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ થયો છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇ મળશે. હાલ નર્મદા બંધ 85 ટકા ભરાતા નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 135 મીટરને પાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા કેનાલ સાથે લિંક છે. તે અને સાબરમતી સહિત 4 જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક સપાટી સારી રીતે ભરીશું આ મહિનામાં નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટીને પાર કરી લેશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details