ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં મશરૂમ ઉત્પાદન અંગે તાલીમ-નિદર્શન યોજાયું, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજગારીની તક ઊભી થશે - Employment

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણ માટે મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ બનાવટો થકી સ્થાનિક કક્ષાએ રોજગારીની વધુ તક ઉપલબ્ધ કરાવવા જિલ્લા પ્રસાશનની નવતર પહેલ કરવામાં આવી હતી. ખડગદા ગામે બાગાયત વિભાગ દ્વારા 50 જેટલા ખેડૂત ભાઇ-બહેનો માટે મશરૂમ અંગે ત્રણ દિવસની તાલીમ યોજીને મશરૂમની બનાવટ-વેંચાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ડિઝાઇન ફોટો

By

Published : Jul 16, 2019, 9:03 PM IST

વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથો-સાથે સરકાર દ્વારા ફલાવર ઓફ વેલી ઉપરાંત વર્લ્ડ ક્લાસ જંગલ સફારીપાર્ક વગેરે જેવા આકાર પામી રહેલાં વિવિધ પ્રોજેકટોને લઇને દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓના આકર્ષણ માટે મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ વાનગી પ્રવાસીઓને મળે આ બનાવટો થકી સ્થાનિકકક્ષાએ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા જિલ્લા પ્રસાશન દ્વારા એક નવતર પહેલ કરી ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામે બાગાયત વિભાગ દ્વારા 50 જેટલા ખેડૂત ભાઇ-બહેનો માટે મશરૂમ અંગે ત્રિદિવસીય તાલીમ યોજીને મશરૂમની બનાવટ-વેંચાણ માટે પ્રોત્સાહિત કરાયાં અને માંડ 4000 હજારના ખર્ચ સામે આશરે 10 થી 15 હજાર સુધીની આવક મેળવી શકાય છે, તેવી વ્યવસ્થા કરી છે.

મશરૂમ ઉત્પાદન અંગે તાલીમ-નિદર્શન યોજાયું
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના માર્ગદર્શન તેમજ નર્મદા જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક ડો. સ્મિતાબેન પિલ્લાઇની રાહબરી હેઠળ ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે “મશરૂમની ખેતી” સ્થાનિક લોકોને તેમના ગામમાંજ આશરે 50 જેટલાં ખેડૂત ભાઇ-બહેનોને તાલીમ અપાઇ હતી.
મશરૂમ

આ તાલીમ દરમિયાન ગામના દંપતિ સુરેશભાઇ તડવી અને પુજાબેન તડવીના ઘરમાં પ્રાયોગિક રીતે 10થી 12 સિલીન્ડર મશરૂમના તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેમાં 25 દિવસ બાદ મશરૂમનો પાક મળવાનો શરૂ થયો હતો તેવી જ રીતે કેવડીયા નજીકના ઝરવાણી ગામના ખેડૂતોને પણ આ પ્રકારની તાલીમ અપાઇ છે. આમ સ્ટેચ્યુના અંજુૃ-બજુના તમામ ગામોમાં આ મશરૂમની તાલીમ આપી સ્થાનિક રહીશોને તૈયાર કરાશે. જે મશરૂમ ફૂડ કોર્ટમાં વિવિધ ચટાકેદાર વાનગીની લિજ્જત પ્રવાસીઓ માણશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજગારીની તકો ઉપલબ્ધ

1 કિલોગ્રામ બિયારણમાંથી ઓછામાં ઓછી 5 કિલોગ્રામ ફ્રેશ મશરૂમ અને વધુમાં વધુ 10 કિલોગ્રામ જેટલું મશરૂમ ત્રણ માસ દરમિયાન ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂત જો વ્યકિતગત રીતે અલગ-અલગ જગ્યાએ જઇને મશરૂમનું વેંચાણ કરે તો તાજા મશરૂમનો પ્રતિ કિલોગ્રામનો ભાવ 200 રૂપિયા જેવો મળી રહે છે. જયારે એક જ જગ્યાએ જથ્થાબંધ વેંચાણ કરે તો રૂપિયા 80થી રૂપિયા 100નો ભાવ પ્રતિ કિલોગ્રામે મળી રહે છે. 15 x 10 ફૂટના સ્ટાન્ડર્ડ સેટઅપની અંદર મશરૂમની ખેતી જો કરવામાં આવે તે માટેની જરૂરી સામગ્રી સહિતના રૂપિયા 3500ના ખર્ચ સામે ઓછામાં ઓછી રૂપિયા 10 હજાર અને વધુમાં વધુ રૂપિયા15 હજારની સુધીની આવક મેળવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details