- સાંસદ મનસુખ વસાવાએ કરજણ નદીમાં પુરથી ખેડૂતોને થયેલા નુકશાનનું કર્યું નિરીક્ષણ
- કરજણ નદીમાં પુર આવતા ખેડૂતોના ઉભાપાકને મોટાપાયે નુકશાન થયું હતું
- મનસુખ વસાવાએ કામની કામગીરી નબળી કરી હોવાનું કબુલ્યું અને સરકારમાં રજૂઆત કરવાની વાત કરી
નર્મદા: જિલ્લામાં છેલ્લા 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસતા કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા કરજણ ડેમ ઓવરફલો થયો અને જેને કારણે ડેમમાંથી 1 લાખ 64 હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને કારણે કરજણ નદીમાં પુર આવતા ખેડૂતોના ઉભાપાકને મોટાપાયે નુકશાન થયું હતું અને રાજપીપળામાં ઐતિહાસિક ઓવારો આવેલો છે તેનું પણ ધોવાણ થયુ હતું. આ ધોવાણ થતા આજે 2 ઓક્ટોબરે સાંસદ મનસુખ વસાવાએ આ તમામ જગ્યાની મુલાકાત લીધી અને આ ઓવારાને ફરી બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની વાત કરી હતી અને સાથે ઓવારા પાસે બનાવેલ બ્રિજ જેનું લોકર્પણ પણ થયું નથી. જે બ્રીજના પિલરને નુકશાન થયું હતું. આ પુલ બાબતે સાંસદ મનસુખ વસાવાએ કામની કામગીરી નબળી કરી હોવાનું કબુલ્યું અને સરકારમાં રજૂઆત કરવાની વાત કરી છે.
કરજણ નદીમાં પુરથી ખેડૂતોને થયેલા નુકશાનનું સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ આ પણ વાંચો: રાજકોટમાં સત્તત ત્રીજા દિવસે પણ વરસાદ, પુલ પરથી બાઇક સવાર તણાયો, જૂઓ વીડિયો
સાંસદે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે રજૂવાત કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું
સાંસદે પુલ બનાવનારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકવાની વાત કરી છે. 2018 માં આ પુલના ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવાએ ટકોર કરી હતી કે, સરખું કામ કરજો પણ કોન્ટ્રાક્ટરે સરખું કામ ન કરાતા સાંસદ અકળાયા હતા. સાથે રાજપીપળાના ખેડૂતોના ખેતરોમાં પણ કરજણ નદીનું પાણી આવતા ખેડૂતોના ખેતરોમાં ઉભપાકને પણ મોટા પાયે નુકસાન થયું હતું. જેની પણ સાંસદે મુલાકત કરી હતી અને ખેડૂતોને આ નુકશાન બાબતે યોગ્ય વળતર મળે એ માટે રજૂઆત કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં સીઝનનો 104 ટકા વરસાદ નોંધાયો
- ચોમાસાની મોસમ અંત તરફ છે પરંતુ છેલ્લા પખવાડિયાથી પડી રહેલા ભારે વરસાદે નવસારીના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ અતિવૃષ્ટિને કારણે ઊભેલી ડાંગર જમીન પર જ પડી છે. સાથે ડાંગરમાં ફૂગજન્ય રોગ ફેલાવવાની સંભાવના પણ વધી છે. જેથી વરસાદ ન રોકાય તો ખેડૂત કાપણી કરી શકશે કે કેમ એની ચિંતા ખેડૂતોમાં વધી છે.
- રાજ્યમાં દર વર્ષે સરેરાશ ચોમાસું જૂન મહિનાના પ્રથમ કે બીજા સપ્તાહમાં આવી જાય છે. જોકે, આ વર્ષે ચોમાસું દર વર્ષ કરતા વહેલું બેસ્યું હતું. તેમ છતાં હાલમાં વરસાદ પાછળ ખેંચાતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વલસાડમાં છેલ્લા 3 વર્ષથી જૂન મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે.