ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્ણાટકની હાથ બનાવટો સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા મોલમાં મળશે - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા : વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 100માં શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું. જે નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે.

ekta mall
એકતા મોલ

By

Published : Jan 19, 2020, 1:34 PM IST

દેશ વિદેશથી સ્ટેચ્યુ પર ફરવા આવતા પ્રવાસીઓને પણ દેશ અને દુનિયાની સામગ્રી અહીંથી જ મળી રહે એ રીતે તંત્રએ પણ આયોજન કર્યું છે, હવે નર્મદાના કેવડિયા ખાતે આવતા પ્રવાસીઓને હવે કર્ણાટક રાજ્યની હસ્તકલાની ચીજ વસ્તુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલા એકતા મોલમાં મળશે. પ્રવાસીઓને પણ કર્ણાટકમાં જે ભાવથી ચીજ વસ્તુ ગુજરાતમાં સૌપ્રથમ વાર કેવડિયા ખાતે મળતા પ્રવાસીઓમાં પણ આનંદ છવાયો છે.

કર્ણાટક રાજ્યની હસ્તકલાની ચીજ વસ્તુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનેલા એકતા મોલમાં મળશે

અહીં આવતા પ્રવાસીઓને કર્ણાટકની અગરબત્તી, વાસથી બનેલા રમકડાં, સુખડની અનેક વસ્તુઓ સાહી હીંચકો, ડાઇનિંગ ટેબલ જેવી અનેક કર્ણાટકમાં બનતી ચીજવસ્તુ હવે કેવડિયાના એકતા મોલમાં ત્યાંનાજ ભાવથી મળી રહી છે, જેને કારણે પ્રવાસીઓ પણ હવે દરેક રાજ્યોની જરૂરિયાત વસ્તુ ખરીદી રહ્યા છે. કર્ણાટકના મુખ્ય સચિવ દ્વારા મોલને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details