સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી નર્મદામાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી બનશે. જે પ્રવાસીઓ માટે એકદમ જંગલ ટાઈપ અને સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. જેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આવનારા સમયમાં ઓપનિંગ થશે તેવા બોર્ડ પણ લાગી ગયા છે. પ્રવેશદ્વારનું પણ મઠારવાનું કામ થઇ રહ્યું છે. ત્યારે આ જંગલ સફારી પાર્કને 31 ઓક્ટોબર પહેલા તૈયાર કરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.
આ સફારીની ખાસ વિશેષતા એ છે કે તેમા ઇકો મોટરથી પ્રવાસીઓ ફરી શકશે. 7 ઝોનમાં અલગ અલગ પ્રાણીઓ રહેશે. સપાટ સફારીની જગ્યાએ જંગલ લૂક આપવામાં આવ્યો છે. જેને લીધે પ્રવાસીઓને જંગલમાં ફરતા હોય તેવો અનુભવ થશે.
ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓને લઇ અવાશે. જૂનાગઢના સક્કરબાગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લઇ અવાશે. ભારત જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ, 1800થી વધુ પશુ પક્ષીઓ અને જળચર, સરીસૃપો લઇ અવાશે.