મકરસંક્રાતિ એટલે બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે. ઘરના ધાબા પર ચડી DJના તાલે ઝુમે છે. પતંગોના પેચ કાપ્યા પછી 'કાઈ પો છે'ની બૂમ મારવાની મઝા તો કંઈ ઓર જ છે. આવી મઝા વચ્ચે જો પોતે 10 કે 12 ધોરણમાં હોય દોઢ મહિના બાદ બોર્ડની પરીક્ષા હોય તો, મન મારીને પણ ઘરમાં રહેવાનો વારો આવે છે. પતંગ ચગાવવાની તો બહુ ઈચ્છા થાય પણ આ ઈચ્છાઓ વચ્ચે પણ મન મક્કમ રાખી વિદ્યાર્થી પતંગ ચગાવવાનું ટાળે છે
નર્મદાના વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા, પતંગ ચગાવી કે પરીક્ષા આપવી... - SSC Exam
નર્મદાઃ મકરસંક્રાતિનો તહેવાર નાના-મોટા સૌ લોકોનો પ્રિય છે. પતંગ ચગાવવી અને ધાબા પર DJ મુકી સંગીતના તાલે ઝુમવાની મજા જ જુદી છે, પરંતું આ બધી મજા SSC અને HSCની પરીક્ષાએ નર્મદાના વિદ્યાર્થીઓની મજા બગાડી છે. તેમને પતંગ કે પરીક્ષા બે માંથી કોઈ એકની પસંદગી કરવી પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે.
નર્મદામાં બોર્ડના વિદ્યાર્થીઓએ પતંગ મહોત્સવને પ્રાધાન્ય ન આપતા, પોતાના કરિયરને મહત્વનું ગણી ઉત્તરાયણની મજા છોડી વાંચવાનું પસંદ કર્યું છે. માતા પિતાએ પણ બાળકોને કારણે પોતાનો શોખ છોડી સંતાનના કેરિયર સાથે રહી, તેઓએ પણ પતંગ ચગાવવાનું ટાળ્યું હતું. વિદ્યાર્થીઓએ આખો દિવસ વાંચન કર્યું હતું.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઉત્તરાયણ દર વર્ષે આવે છે, જ્યારે ધોરણ 10 અને 12એ અભ્યાસમાં મહત્વના હોય છે. જેના જીવનભરનું કરિયર નિર્ભર હોય છે. જે જીવનમાં એક જ વાર આવશે તો ખરેખર એને જ પ્રાધાન્ય આપવું જોઈએ. બાકી ઉત્તરાયણ તો દર વર્ષે આવે છે, આવતા વર્ષે પણ આવશે તો ત્યારે બમણા પતંગ ચગાવી લઈશું.