નર્મદા ડેમ ખુલ્લો મુકાયા બાદ ત્યાંનો નજારો જોવા માટે લોકોએ ટિકિટના પૈસા ખર્ચ કરવા પડતા હતાં. શરૂઆતમાં ખૂબ જ ઓછો ચાર્જ લેવાતો હતો. 5 રૂપિયાની ટિકિટથી શરૂ થયેલો ભાવ વધતાં-વધતાં 10, 20 અને બાદમાં 350 રૂપિયા કરી દેવાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટિના લોકાર્પણ બાદ ટિકિટના ભાવોમાં સૌથી વધુ વધારો કરાયો હતો. જેથી ડેમ જોવા માટે પ્રવેશ ટિકિટ 350 અને ત્યાં સુધી જવા માટેના 30 રૂપિયાના હિસાબે એક યાત્રિકે 380 રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. બીજીતરફ સ્ટેચ્યુ ઓફ યુનિટિની ટિકિટ પણ 150 રૂપિયા છે. જેથી એક પ્રવાસીને 500 રૂપિયાથી વધુ તો ટિકિટમાં જ ગુમાવવા પડતા હતાં.