ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશપ્રધાન એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત - અભિપ્રાય રિવ્યુ બુકમાં લખ્યો

નર્મદા: વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રવિવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. વિદેશપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટના વિવ્યુઇગ ગેલેરી પર પહોંચી નર્મદાનો અદભુત નજારો માણ્યો અને સ્ટેચ્યુની અંદરની બનાવેલા થીયેટરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવની ઝાંખી ચિત્ર જોયું હતું.

Dr. s. Jayashankar

By

Published : Sep 15, 2019, 7:23 PM IST

Updated : Sep 15, 2019, 10:26 PM IST

નર્મદામાં 2 દિવસના પ્રવાસે વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટના વિવ્યુઇગ ગેલેરી પર પહોંચી નર્મદાનો અદભુત નજારો માણ્યો અને સ્ટેચ્યુની અંદરની બનાવેલા થીયેટરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવની ઝાંખી ચિત્ર જોયું હતું.

વિદેશપ્રધાન એસ.જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને તેમનો અભિપ્રાય રિવ્યુ બુકમાં લખ્યો જેમાં સરદારની પ્રતિમાને નવા ભારતનું સિમ્બોલ બતાવ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરનારાઓને અભિનંદન પાઠવ્યા હતા.

Last Updated : Sep 15, 2019, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details