નર્મદાઃ વિશ્વમાં આ એક એવું મંદિર છે કે, જે બે મંજલી છે અને નીચેના માળે શનિ દેવ અને ઉપરના માળે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતીનું મંદિર છે. આજે કોરોના મહામારી માં લોકડાઉનમાં ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા જેમાં આજે શનિદેવ મંદિર પણ બંધ છે. પરંતુ શનિ જ્યંતીના કારણે મંદિરના મંહન્તો દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી
નર્મદામાં શનિદેવના મંદિરને નડયો શનિ પ્રકોપ, લોકડાઉનમાં મંદિર બંધ રહેતા ભક્તો નિરાશ - latest news og Narmada
આજે વૈશાખ વદ અમાસ અને શનિ જયંતી તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શનિદેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર ભારતભરમાં એક માત્ર હોવાની માન્યતા છે, કહેવાય છે કે શનિદેવ જયારે નર્મદા તટે તપ કરવા આવ્યા હતા ત્યારે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતી પણ તેમની સાથે અહી આવ્યા હતા.
લોકડાઉનમાં મંદિર બંધ રહેતા ભક્તો નિરાશ
આજના દિવસે નર્મદામાં આવેલ શનિદેવના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો પોતાની શનિની પનોતી ઉતારવા આવે છે. જોકે લોકડાઉનમાં મંદિરના મંહન્તો દ્વારા શનિદેવ મંદિરે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એક પણ ન આવ્યા ત્યારે કહી શકાય કે, જે વિશ્વ્માં રહેલા ભક્તો શનિદેવના પ્રકોપથી દૂર રહેવા શનિદેવની પૂજા કરે છે, એજ શનિદેવને આજે પોતાનીજ પનોતી નડતી હોઈ તેમ ભગવાનને પણ બંધ મંદિરમાં રહેવા મજબુર બન્યું છે. જોકે લોકડાઉનમાં મહન્તો ભક્તો પણ નિરાશ થયા છે.
Last Updated : May 22, 2020, 7:03 PM IST