ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીની આવક ઘટતા છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં થયો ઘટાડો - નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો

નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ડેમની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે.

પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

By

Published : Jul 26, 2019, 10:36 AM IST

25 જૂલાઈના રોજ નર્મદા ડેમની સપાટી 121.96 મીટર હતી, જે 26 જૂલાઈના રોજ 121,88મીટર નોંધાઈ છે. હાલ ઉપરવાસમાંથી માત્ર 2869 ક્યૂસેક પાણીની આવક થતા 24 કલાકમાં ડેમની સપાટીમાં 9 સેમીનો ઘટાડો નોંધાયો હતો.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

હાલ ગુજરાતમાં સિંચાઈ માટે 15109 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 1690 mcm પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વખત વીજ ઉત્પાદ શરૂ કરવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે, પરંતુ ફરી ડેમ સપાટીમાં ઘટાડો થતા આવનારા દિવસોમાં જો સત્તરમાં ઘટાડો રહેશે, તો ફરી CHPH ના પાવર હાઉસ બંધ કરવાનો વારો આવી શકે છે.

પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો

ABOUT THE AUTHOR

...view details