- ખંભાત તાલુકાનો ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ
- ખંભાતના દરિયાઈ ખાડી વિસ્તારમાં મીઠાં જળનો ખજાનો
- ખંભાતના રાલેજ વિસ્તારમાં આવેલ ચોરખડી ચેકડેમ 7 હજાર ખેડૂતો માટે આશીર્વાદ સમાન
આણંદ: ખંભાતમાં કનેવાલ-ચોરખાડી વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે આશીર્વાદ સમાન છે.ચોરખાડી વિસ્તારમાં શિયાળા દરમિયાન ફ્લેમિંગો પક્ષી અચૂક મુલાકાત આવે છે. આ સ્થળ ફ્લેમિંગોનું પ્રિય સ્થળ છે.અહીં કેટલાંક પ્રવાસી ફ્લેમિંગો પક્ષીઓએ કાયમી નિવાસ સ્થાન બનાવી દીધું છે.ખોરાક-પાણી-બેટ અને હરિયાળી આ પક્ષીઓને માફક હોય-ખંભાત મનપસંદ સ્થળ બની ગયો છે.
આ પણ વાંચો :થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓ અને પર્યટકો બન્યા મહેમાન
ચેકડેમના કારણે પાણીમાં ખારાશ ઓછી થઇ
નર્મદા જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ આણંદ દ્વારા ખોરખડી આડબંધ યોજનાની ખાત મૂહર્ત વિધિ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 8-2-2002 ના રોજ કરવામાં આવી હતી.આ સમયે ધારાસભ્ય તરીકે શિરીશભાઈ શુક્લ હતા. આજે આ ચેકડેમ યાયાવર પક્ષી માટે આશ્રય સ્થાન છે.ઉપરાંત આસપાસના ગામો માટે ઊપયોગી છે.આ ચેકડેમને કારણે દરિયાઈ ખારાશ ઓછી થઇ છે અને આસપાસના ગામોમાં ખારા પાણી ને સ્થાને મીઠા પાણીનાજળ સ્તર વધ્યા છે.