ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા નર્મદાની મુલાકાતે - gujarat news

ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને ડેપ્યુટી ચૂંટણી કમિશનર ફેમિલી સાથે કેવડિયાના પ્રવાસ પર આવ્યા હતા. સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકારના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા હતા. રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત SOUના અધિકારીઓએ તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા.

Narmada
Narmada

By

Published : Feb 5, 2021, 11:08 PM IST

  • ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા કેવડિયા પ્રવાસે
  • સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકારના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા
  • SOUના અધિકારીઓએ તેમનું સ્વાગત કરી આવકાર્યા

નર્મદા: ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા, ડેપ્યુટી ચૂંટણી કમિશનર ફેમિલી સાથે કેવડિયાના પ્રવાસ પર આવ્યા હતા. સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકારના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા હતા. રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત SOUના અધિકારીઓએ તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા.

સુનિલ અરોરા નર્મદાની મુલાકાતે

ભારત મોટો દેશ છે અને લોકશાહીમાં કોઈ ચૂંટણી સહેલી નથી હોતી : મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા

ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા કેવડિયાના હેલિપેડ પરથી સીધા આરોગ્ય વન જોવા ગયા હતા. જ્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા મુખ્ય ઇલેક્શન કમિશનર SOUને એક આર્કિટેક્ચર અદભુત અજાયબી ગણાવી હતી. આ સાથે પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તેમણે જણાવ્યું હતું કે, ભારત મોટો દેશ છે અને લોકશાહીમાં કોઈ ચૂંટણી સહેલી નથી હોતી કેમ કે, દરેક રાજ્યમાં અલગ અલગ પ્રશ્નો હોય છે અને ઇલેક્શન કમિશન વહીવટી બાબત હોય સુરક્ષાની બાબત હોય કેન્દ્રના ગૃહ વિભાગ હોય કે સંબંધિત વિભાગ સાથે મળી જરૂરી વ્યવસ્થા કરાવવામાં આવે છે વગેરે બાબતે વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details