ગુજરાત

gujarat

ETV Bharat / state

BTPના છોટુ વસાવા અને મહેશ વસાવા મારા માટે મચ્છર બરાબર છે : મનસુખ વસાવા - મહેશ વસાવા

જેમ જેમ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમને BTPના નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાને આડે હાથ લીધાં હતાં.

મનસુખ વસાવા
મનસુખ વસાવા

By

Published : Feb 22, 2021, 5:24 PM IST

  • રાજપીપળાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર શરૂ
  • BTPના છોટુ અને મહેશ મચ્છર બરાબર છે : મનસુખ વસાવા
  • મનસુખ વસાવાએ કર્યા વિપક્ષો પર આકરા પ્રહારો

નર્મદા : જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમને BTPના નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાને આડે હાથ લીધાં હતાં. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, BTPના છોટુ વસાવા અને મહેશ વસાવા મારા માટે મચ્છર બરાબર છે.

નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકવું પણ એ મારા સ્વભાવમાં નથી : મનસુખ વસાવા

સોમવારે પેજ સમિતિ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ચેતવણી આપી રાજપીપળા નગરપાલિકાના કબ્જે કરવાના જે લોકો સપના જોઈ રહ્યાં છે, તેવા લોકોને જાહેર મંચ પરથી મનસુખ વસાવાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હું એક સંસદ સભ્ય છું, એટલે મારે કશુ કહેવું નથી પણ મને બધા પ્રકારના દાવ-પેચ આવડે છે. હું અભિમન્યુ નથી કે, 6 કોઠાનું યુદ્ધ જાણું છું, હું 7 કોઠાનું યુદ્ધ જાણું છું, હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકવું પણ એ મારા સ્વભાવમાં નથી, પૈસા બનાવવોએ મારો ધર્મ નથી.

ABOUT THE AUTHOR

...view details