નર્મદાઃ મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના નંદકિશોર, ઘોરપડે ગોરક્ષા એકનાથ અને કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ તથા કિશોર રાજારામ કોલ્હે એક કારમાં વાયા રાજપીપળાથી વડોદરા જિલ્લાના કુબેરભંડારી દાદાના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી તેઓ ત્યાંથી વહેલી સવારે પરત નીકળ્યા હતા તે દરમિયાન રાજપીપળા અને વિશાલ ખાડી તરફ ભયજનક વળાંકમાં એમની કારની સામે આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ચારેય કાર સવારોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.
રાજપીપળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 4નાં ઘટના સ્થળે મોત
ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વડોદરા જિલ્લાના કુબેરભંડારી મંદિરમાં ઘણી આસ્થા ધરાવે છે. 23મીએ અમાસને દિવસે મહારાષ્ટ્રના શિરડી તાલુકામાંથી 4 લોકો પોતાની કારમાં કુબેરભંડારી દાદાના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાજપીપળા નજીકના વિશાલ ખાડીથી થોડેક દૂરના એક ભયજનક વળાંકમાં એમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ચારેય શખ્સોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.
રાજપીપળા નજીક કારનું ટ્રક સાથે અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત
ત્યાર બાદ 108 આવી હતી પરંતુ ચારેય વ્યક્તિના ઘટના સ્થળે મૃતયુ થયું હોવાથી રાજપીપલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ દ્વારા તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલ સુધી લઈ જવાયાં હતા.
જો કે, ટ્રક ચાલક પોતાની લાઈનમાં જ ચાલતો હતો અને ટ્રક ચાલકે ખુબ જ હોર્ન માર્યા છતાં પણ અર્ટિગા કરવાળા એ હોર્ન નહિ સાંભળતા કર ચાલક સીધો જ ટ્રક માં ઘુસી ગયો હતો અને ચારેય વ્યક્તિ નું ઘટના સ્થળે જ મોત થયું હતું.