ગુજરાત

gujarat

ETV Bharat / state

PM નરેન્દ્ર મોદીના વિઝનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં વધ્યો પ્રવાસીઓનો પ્રવાહ: અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમા ખાંડુ - ગુજરાત ટૂરિઝમ

એકતાનગર ખાતે પ્રી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૫માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો છે. આ અધિવેશનમાં અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમા ખાંડુ, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂર સહિત ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન
એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 6:02 PM IST

એકતાનગર: નર્મદાના એકતાનગર ખાતે પ્રી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૫માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો છે. ઉદ્ઘાટન સત્રના પ્રારંભે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અજિત બજાજે સૌનું સ્વાગત કરી અધિવેશનની ભૂમિકા આપી હતી. જ્યારે ગુજરાત પ્રવાસન નિગમના એમડી ડો. સૌરભ પારગીએ આભારદર્શન કર્યું હતું. આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણોના સ્ટોલ પણ ઉભા કરાયા, જેનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન

અરૂણાચલના સીએમનું સંબોધન: આ પ્રસંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમા ખાંડુ, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂર, ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવો સહિત ધારાસભ્ય પ્રવીણ માળી, સંસ્થાના ઉપપ્રમુખ વૈભવ કાલા, વ્યંકટેશ કટારે, અનિલ ઓરો, મોડલ મિલિંદ સોમન જેવા મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી.. આ પ્રસંગે સંબોઘન કરતા અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમા ખાંડુએ જમાવ્યું હતું કે, અરૂણાચલ સહિત પૂર્વોતરમાં વધતા ટૂરિઝમ ઉદ્યોગનો ક્રેડિટ તેમણે વડાપ્રધાન મોદીને આપતા કહ્યું કે, તેમના દ્રઢ સંકલ્પ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે

એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન

પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો: નર્મદાના એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫માં વાર્ષિક અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પ્રેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં પણ વૃધ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધાઓ જેવી કે, માર્ગો, રેલવે, એર કનેકટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હઝારિકા પૂલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન

અરૂણાચલ-ગુજરાતનો ઐતિહાસિક સંબંધ: મુખ્યપ્રધાન ખાંડુએ ઉમેર્યું હતું કે, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણીજી અરુણાચલ પ્રદેશના હતા અને તેમને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થાય છે. જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.

એડવેન્ચર ટૂર ઓપરેટર એસો. ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમનું ૧૫માં વાર્ષિક અધિવેશન

ટૂર ઓપરેટર એસો.ને અરૂણાચલનું આમંત્રણ: સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા પેમા ખાંડુએ કહ્યું હતું કે, અહીં પર્વતો ઉપર શૂન્ય ડિગ્રી તાપમાન, તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભુખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે. ત્રણ દેશ સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.

ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફનું સંબોધન: આ પ્રસંગે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે જણાવ્યું હતું કે, ભારત સૌથી સુંદર રાષ્ટ્રો પૈકીનું એક છે. દેશના સરહદી વિસ્તારોને પ્રવાસન સાથે જોડી તેનો વિકાસ વધુ ઝડપી અને વેગવાન બનાવી શકાય તેવા આયામો ભરપૂર માત્રામાં રહેલા છે. સરહદી વિસ્તારોમાં સ્પિરિચ્યુઆલિટી સાથે સંસ્કૃતિ અને સભ્યતા સાથે ત્યાંના ધાર્મિક સ્થળોનો વૈભવ પણ રહેલો હોય છે. આ વિસ્તારના યુવાનો પણ ખૂબ ઉત્સાહિ હોય છે ત્યારે સરહદી વિસ્તારોમાં ટૂરિઝમના વિકાસ માટે સુરક્ષા પુરી પાડવામાં આર્મી સહયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો: આ ઉપરાંત રાકેશ કપૂરે ઉમેર્યુ હતું કે, સરહદી વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે પ્રવાસીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું પડશે. સાથોસાથ ઈકો સિસ્ટમ સાથે આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ કરી સરહદી વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપી શકાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતાં રાકેશ કપૂરે ઉમેર્યું હતુ કે, દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકાસાવામાં આવે તો, પ્રવાસનને વધુ વેગવાન બનાવી આવા બોર્ડર વિલેજમાં પ્રવાસન થકી રોજગાર સર્જનની અનેક તકો રહેલી છે. ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી.

  1. નર્મદા બન્યું પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે કપલ્સનું મનપસંદ સ્થળ, સ્થાનિક રોજગારીમાં ધરખમ વધારો
  2. નાનકડા વાલ્મિકી આશ્રમના કમલાકર મહારાજને રામમંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં મળ્યું આમંત્રણ

ABOUT THE AUTHOR

...view details