ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ

નર્મદા જિલ્લામાં મોટા ભાગે આદિવાસી વસ્તી વસે છે અને સોમવારના રોજ કાલેજના આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી દહનના કાર્યક્રમ બાદ આજથી પાંચ દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવશે અને આ ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘૈરીયાનું રૂપ ધારણ કરી આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે અને ધૈર ઉઘરાવી સંતોષ માને છે

By

Published : Mar 10, 2020, 12:32 PM IST

નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ
નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ

નર્મદાઃ એક પરંપરા મુજબ હોળી દહન પછીના પાંચ દિવસ સુધી માનતા કે બાધા રાખેલ આદિવાસી યુવાન ઘૈરીયાનું રૂપ ધારણ કરી ફરે છે અને ઘરમાં જતો નથી, જયારે કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને પણ ફરે છે અને આદિવાસી પરંપરાગત નૃત્ય કરી આ ઉત્સવને ઉજવે છે.

નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ

આજે આ પરંપરા લુપ્ત થઇ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં આજે આ ધૈર નૃત્ય જોઈ લોક ટોળા પણ જામ્યા હતા, વનવાસી વિસ્તરોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નર્મદાનાં ધમાલ ગ્રુપ મંગળવારના રોજ રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરમ્પરા સમાન ઘેર ઉઘરાવી એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું. 50થી વધુ રંગબેરંગી કપડા અને પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીનાં દિવસે ઘેર જમાવી હતી અને નાચ ગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી.

નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ

હોળીનો ત્યોહારએ આદિવાસીઓ માટે સૌથી મોટો ત્યોહાર છે અને આ ત્યોહારને તેઓ પૂરી શ્રધ્ધા અને આસ્થાથી ઉજવે છે, પહેલા ઘેરની ઘણી બોલબાલા હતી, પરંતુ છેલ્લા 5થી 7 વર્ષથી આ ઘેર લુપ્ત થવા પામી છે. કારણકે સરકાર પરમીશન આપતી નથી. જેથી નસવાડીના તલાવ ગામના આ ગ્રુપને આમંત્રણ આપતા આ ધમાલ ગ્રુપે વહેલી સવારથી રાજપીપળાના બજારોમાં નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું.

નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ

ABOUT THE AUTHOR

...view details