ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ રવાના - rescue team sent for help

નર્મદાઃ જિલ્લાના વડામથક રાજપીપળાની કરજણ નદીમાં અચાનક પાણી છોડાતા કેટલાંક મજૂરો ત્યાં ફસાયા છે. મજૂરો મદદની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે ઘટનાની જાણ થતાં નાંદોદ પ્રાંત અઘિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હાલ રેસક્યુ ટીમને મજૂરોની મદદ માટે મોકલવામાં આવી છે.

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ કરાઈ રવાના, ETV Bharat

By

Published : Aug 4, 2019, 6:17 PM IST

રાજપીપળાથી રામગઢ બ્રીજ બની રહ્યો છે. મજૂરો ત્યાં કામ માટે ગયા હતાં ત્યારે અચાનક કરજણ નદીમાં પાણી છોડાતા તેમનો જીવ જોખમમાં મૂકાયો છે. તેઓ હાલ ત્યાં જેસીબી પર બેસીને મદદની રાહ જોઇ રહ્યાં છે. પ્રાંત અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રીજના મજૂરો નદીકાંઠે ફસાયા હતા. પાણી વધતું જોઇને તેઓ જેસીબી પર બેઠાં છે. અધિકારીનો દાવો છે કે, 6થી 7 મજૂરો ફસાયાં છે.

કરજણ નદીમાં અચાનક પાણી છોડાતાં 7 મજૂરો ફસાયા, મદદ માટે રેસક્યુ ટીમ કરાઈ રવાના, ETV Bharat

પ્રાંત અધિકારી જણાવી રહ્યાં છે કે," નારીકાંઠા વિસ્તારને એલર્ટ અપાયો ત્યારે આ બની હતી. પણ ચિંતાની કોઇ જરૂર નથી ,મજૂરોને રેસક્યુ કરવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. તેમને સહીસલામત બહાર લાવવામાં આવશે.

આમ, મજૂરો નદીમાં છોડાયેલાં પાણી કારણે ફસાયા હોવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે પ્રાંત અધિકારી મજૂરોને સુરક્ષિત પરત લાવવાનો દાવો કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details