ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેનાર પ્રવાસીમાં 50 ટકા વધારો

નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર નવા પ્રવાસનોમાં આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેવડીયા ખાતે પ્રતિદિન 9 હજારથી વધુ પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. ઉપરાંત એક વર્ષના ગાળામાં પ્રવાસીની સંખ્યામાં 50 ટકા વધારો જોવા મળ્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

By

Published : Nov 13, 2019, 8:35 PM IST

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર નવા પ્રવાસનોમાં આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે દરરોજ 9 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. એક સર્વે અનુસાર, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં રોજના 10 હજાર પ્રવાસીઓ નોંધાય છે, ત્યારે પ્રવાસીની વધતી સંખ્યા જોતા આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધુ લોકપ્રિય સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની થઇ જશે એ ચોક્કસ છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેનાર પ્રવાસીમાં 50 ટકા વધારો

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે. સરદાર પટેલની પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. જ્યારે 10/11/2019 સુધી કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50% વધારો અને એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9063 પ્રતિ-દિન નોંધાઇ છે. નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કેવડીયા ખાતે 1/9/2019થી રીવર રાફ્ટીંગ તેમજ 25/10/2019થી સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો લાભ ખાસ કરીને યુવા પ્રવાસીઓ લઇ રહ્યા છે. ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃતિઓ ઇકોટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે.

દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે જગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો 'ગ્લો ગાર્ડન' પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 9 હજાર કરતા વધુ પ્રવાસીઓ ઉમટે છે.

ABOUT THE AUTHOR

...view details