નર્મદા/કેવડીયા: સરદાર સરોવર ડેમમાં ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર ડેમમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા બંધની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ થયું હતું. તંત્ર દ્વારા 5 મીટરથી 23 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.12 મીટર પર પહોંચી છે.
ઓમકારેશ્વર-ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાયું, નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા, 52 ગામોને એલર્ટ - 23 gates of narmada dam opened
સરદાર સરોવર ડેમમાં 10.15 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવ્યું છે. જેથી ડેમની જળ સપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી છે.
ઉપરવાસમાંથી વિપુલમાત્રામાં આવી રહેલા પાણીના પ્રવાહને લઇને વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકિનારાના 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જેમાં ભરૂચના 21, વડોદરાના 12 અને નર્મદાના 19 ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, તેમજ નર્મદાના 15 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ભરૂચ અને વડોદરાના ડભોઇ તાલુકામાં NDRFની 1-1 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
આ અંગે DYSP ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, નર્મદાના 12 ગામોને નદીનો પ્રવાહ વધવાને કારણે SRPFના 120 જવાનો, પોલીસના 25 જવાનો સાથે નર્મદા નદી પાસે આવેલા ગામો અને નર્મદા ડેમ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી આવી છે.