14 ઓગસ્ટ 2019 સુધીની વાત કરવીમાં આવેતો અંદાજે 20 લાખ 35 હજાર પ્રવાસીઓનો આંકડો વટાવી ચૂક્યું છે. જેને કારણ હાલમાં 2035,779 નોંધાયેલ પ્રવાસીઓ છે. સરદાર પટેલ એકતા ટ્રસ્ટ ને 51,86,60,398 રૂપિયાની આવક થઈ છે. આમ તો દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લેશ તેવી આશા હાલ તો સ્ટૅચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને લાગી રહી છે.
સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીની 20 લાખ 35 હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત - Statue of Unity
નર્મદા: કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય હતુ. જેને હજુ તો એક વર્ષ પણ પૂર્ણ થયું નથી.ત્યારે સ્ટેચ્ય્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી
ત્યારે સરકાર દ્વારા પણ હાલ વધુમાં વધુ પ્રવાસીઓ આવે જે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અનેક પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યાં છે. જેમાં સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટો બનાવવા આવી રહ્યા છે. જેનું લોકાર્પણ પણ અંદાજે 31 OCT 19ના રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.