ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાના ગરૂડેશ્વર તાલુકા પાસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી હતી. આ મામલે તાત્કાલિક સાવચેતીના પગલા લેવામાં આવતા ગામમાં ડોર ટુ ડોર સર્વે તેમજ સેનેટાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.

By

Published : May 13, 2020, 4:23 PM IST

નર્મદાના ગરૂડેશ્વર તાલુકા પાસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
નર્મદાના ગરૂડેશ્વર તાલુકા પાસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

નર્મદાઃ જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામના આજુબાજુના ત્રણ કિલોમીટરના વિસ્તારને હાલમાં લોક કરી બફરઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ ગામમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત આજુબાજુના અન્ય ગામો જેવા કે નાના પીપરીયા, મોટા પીપરીયા, વસંતપુરા ગામને બફરઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.

નર્મદાના ગરૂડેશ્વર તાલુકા પાસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ગામમાં સેનિટાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ શાંતિલાલભાઈ તડવીએ જણાવ્યું હતું કે અહીં અમે લોકોને જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ ઘરેબેઠા મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરી છે.

નર્મદાના ગરૂડેશ્વર તાલુકા પાસે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 12 રિકવર થયા છે.

ABOUT THE AUTHOR

...view details