ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘપ્રદેશમાં GOOD FRIDAY ની રજા જાહેર કરવા મુંબઇ HCનો આદેશ

સેલવાસ: કેન્દ્ર સરકારે ફરજિયાત રજા માટે જાહેર કરેલી કુલ 14 તહેવારોમાંના ગુડ ફ્રાઇડેની રજાને દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસને શીડયુલ 1માંથી શીડયુલ 2માં સામેલ કરી દેતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત દમણ-દીવ અને મહારાષ્ટ્રના ખ્રિસ્તી સમુદાયમાં નારાજગીનો સુર ઉઠ્યો હતો. જે બાદ મોટી દમણના Anthony Francisco Duarte દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાતા મુંબઇ હાઇકોર્ટે સંઘપ્રદેશ પ્રશાસનને ગુડ ફ્રાઇડે ગેઝેટેડ હોલીડે તરીકે માન્ય રાખી આ દિવસે જાહેર રાજા આપવા આદેશ કરતા ખ્રિસ્તી સમુદાયમાં ખુશીની લહેર ઉઠી છે.

ડિઝાઇન ફોટો

By

Published : Apr 16, 2019, 12:32 PM IST

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી (DNH) પ્રશાસનની સત્તાવાર સૂચનાએ જાહેર રજાઓ (ગેઝેટિડેટેડ) ના શેડ્યૂલ 1 માંથી ગુડ ફ્રાયડેની જાહેર રજાને શીડયુલ 2માં એટલે કે જે સમુદાયને લાગુ હોય તે જ રજા રાખી શકે પરંતુ, સરકારી વિભાગના કર્મચારીઓ કે અન્ય સંસ્થાના કર્મચારીઓ આ દિવસે રજા નહીં રાખી શકે અને જો રજા રખાય તો તે દિવસે મળવાપાત્ર મહેનતાણું તેને નહીં મળી શકે તે પ્રકારના શીડયુલ 2માં સામેલ કરી દેતા સંઘ પ્રદેશમાં વસવાટ કરતા ખ્રિસ્તી સમાજમાં નારાજગી ફેલાઈ હતી.

ખ્રિસ્તી સમુદાયના માટે the good fraiday હંમેશાં જાહેર રજા તરીકે જોવામાં આવે છે. કારણ કે આ પ્રદેશમાં રહેતા પોર્ટુગીઝ લોકોની સંખ્યા ખૂબ વધારે છે. આ ઉપરાંત આ દિવસે સમગ્ર વિશ્વમાં જાહેર રજા હોય છે. કેન્દ્ર સરકારે પણ જે 14 ફરજીયાત જાહેર રજા આપી છે. તેમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 2જી ઓક્ટોબર ગાંધી જયંતિને રાષ્ટ્રીય રજા આ ઉપરાંત દિવાળી, ઈદ, હોળી સહિતની અન્ય તહેવારોની રજાને ફરજિયાત જાહેર રજામાં સામેલ કરી છે.

જેમાં નાતાલ અને ગુડ ફ્રાયડેનો પણ સમાવેશ થાય છે. જો કે કેન્દ્ર સરકારે જાહેર રજા માટે નિમિત્ત કરેલા તહેવારોમાં અન્ય રાજ્ય કે કેન્દ્ર પ્રશાસન સ્થાનિક મહત્વના હિસાબે ફેરફાર કરી શકે છે. પરંતુ મુખ્ય 14 જાહેર રજાઓ આપવી ફરજિયાત છે. જે બાદ સ્થાનિક વિસ્તારના લોકોની લાગણીને ધ્યાને રાખી વધું 3 રજાઓ જાહેર રજા તરીકે સામેલ કરી શકે છે. દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસને ગુડ ફ્રાયડે ની જાહેર રજાને રદ કરી ખ્રિસ્તી સમુદાય સાથે અન્યાય કર્યો હોવાનો સુર ઉઠ્યો હતો.

આ મામલે મોટી દમણના Anthony Francisco Duarte દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં તારીખ 11 એપ્રિલે પિટિશન દાખલ કરાતા. મુંબઇ હાઇકોર્ટેના નામદાર જજ પ્રદીપ નંદરજોગ, અને જજ એન. એમ. જમાદારની બેંચે આ અંગે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરી ગુડ ફ્રાઈડે ને જાહેર રજા તરીકે માન્ય રાખતો ચુકાદો આપ્યો છે. આ અંગે Anthony Francisco Duarte સાથે the catholic bishops conference of india (CBCI) alliance defending freedom (ADI) અને Archdiocese of Goa and Daman ના સહિયારા પ્રયાસો સાથે આ પિટિશન દાખલ કરવામાં આવી. જેમાં સીનીયર એડવોકેટ હરેશ જગતિયાણીની દલીલોને મુંબઇ હાઇકોર્ટની નામદાર જજ સાહેબની બેંચે માન્ય રાખી આ આદેશ કરતો ચુકાદો આપ્યો છે. જેનાથી ખ્રિસ્તી સમુદાયમાં ખુશીની લહેર ઉઠી છે. .

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 7 ચર્ચ છે. દમણ અને દીવમાં 4 ચર્ચ છે. જેમના પાદરીઓ પણ આ પરિપત્રથી નારાજ થયા હતા. "આ ઇતિહાસમાં પ્રથમ વખત થયું હતું," તેમ જણાવી સંઘપ્રદેશ DNH, દમણ અને દીવના 1 લાખ જેટલા ખ્રિસ્તી સમુદાયના લોકોમાં નારાજગી ફેલાઈ હતી. આ અંગે એક પ્રતિનિધિ મંડળે દાદરા નગર હવેલીના કલેકટર કન્નન ગોપીનાથનને એક આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. ત્યારે, આખરે નામદાર કોર્ટ દ્વારા આ અંગે સંઘપ્રદેશ પ્રશાસનને આદેશ કરતા ખ્રિસ્તી સમુદાયમાં એક દિવસ અગાઉ જ ગુડ ફ્રાઇડે ની રજા અંગે ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details