ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના નારણકા ગામે મચ્છુ નદીમાં ડુબી ગયેલા યુવાનનો મળ્યો મૃતદેહ - મચ્છુ નદી

મોરબીના નારણકા ગામે મજુર યુવાન નદીમાં ડૂબ્યો હોવાની જાણ થતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી
મોરબી

By

Published : Sep 23, 2020, 12:35 PM IST

મોરબી: જિલ્લાના નારણકા ગામે મજૂર યુવાન નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતા તેનું મોત થયું હતું .જેમાં મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયાના ખેતરમાં મજુરીકામ કરતા હતા ત્યારે તેમને જાણ થઇ કે રમેશભાઈનો પુત્ર અમિત પાણીના વહેણમાં તણાઇ ગયો છે.

ઘટનાની જાણ ગ્રામજનોએ તાલુકા પોલીસ તથા ફાયરબ્રિગેડની ટીમને કરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ સવારે પણ 2 ટીમ બહારથી બોલાવી મચ્છુ ડેમના પાટીયા બંધ કરાવી પાણીના વહેણને રોકી યુવાનની શોધખોળ આદરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ભારે જેહમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નદી બહાર કાઢીને પોસ્ટમાર્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details