મોરબીમાં દુર્ઘટના સર્જાય પછી તંત્ર જાગશે કે શું ? - ravi motvani
મોરબીઃ રેલ્વે સ્ટેશન રોડ પરના ધક્કાવાળી મેલડી મંદિર નજીક પાલિકાની સ્ટ્રીટ લાઈટોના વાયર રોડ પર જોખમી રીતે પડેલા છે, અને આવા વાયર કોઈ દુર્ઘટના સર્જે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
મોરબીના સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી મંદિરે દર્શન માટે દરરોજ ભક્તોની ભીડ જામે છે, જોકે મંદિરથી કુબેરનગર જવાના રસ્તે ફૂટપાથ બાજુમાં સ્ટ્રીટ લાઈટોના વાયર ખુલ્લા પડ્યા છે,જે કોઈ રાહદારી કે પછી પશુ અડકી જાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, આમ છતાં તંત્ર હમેશાની જેમ કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે,અને દુર્ઘટના સર્જાયા બાદ વાયરો મામલે કશોક વિચાર કરશે કે શું? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. મોરબીનું પાલિકા તંત્ર હોય કે પછી વીજતંત્ર શહેરમાં અનેક સ્થળે આવા જીવંત જોખમો જોવા મળી રહ્યા છે, પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોના જાનમાલની કોઇ પરવા ના હોય તેમ લાગી રહ્યું છે.