શહેરના લખધીરપુર રોડ પર આવેલી સીવન સિરામિક ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ધાબા પરથી વિજયભાઈ ગણાવા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સમગ્ર પંથકમાં ઉહાપોહ મચી ગયો હતો. જેથી મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં પતિ-પત્ની ઓર વો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ખુન કર્યું - લખધીરપુર રોડ
મોરબી: શહેરમાં પત્નીએ પ્રેમી સાથે રહેવા માટે ખુની ખેલને અંજામ આપ્યો. જેથી પોલીસે પત્નિની ધરપકડ કરી પ્રેમીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
મોરબીમાં પતિ-પત્ની ઓર વો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ખુન કર્યું
પોલીસે બાતમીના આધારે મૃતકની પત્નીની સધન પૂછપરછ કરતાં આરોપી પત્નીએ પ્રેમી સુખારામ સાથે મળી હત્યાને અંજામ આપવાનું કબુલ્યું હતું. આરોપી પત્નીએ કહ્યું કે, મૃતક પતિ તેને સારી રીતે રાખતો નહોતો માટે પ્રેમી સાથે રહેવા આ કૃત્ય કર્યું હતું. જેથી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી પ્રેમી સુખરામને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.