ગુજરાત

gujarat

ETV Bharat / state

વોટ્સએપમાં આવેલ એક લિંક તમને કરી શકે છે પાયમાલ, જુઓ કેવી રીતે... - વોટ્સએપમાં છેતરપિંડી

સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતાં બીજી બાજુ છેતરપિંડીના (WhatsApp scams) કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે હવે WhatsApમાં લલચામણી ઓફરોની લિંક મોકલીને (Fraud by sending link in WhatsApp) પૈસા ઉઠાવતાં ભેજાબાજો પણ સક્રિય થઈ ગયા છે. મોરબીમાં WhatsApમાં લિંક મોકલીને એકાઉન્ટ ખાલી કરતાં બે કિસ્સા સામે આવ્યા હતા. જે મામલે પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડી સહિતની કલમો આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વોટ્સએપમાં આવેલ એક લિંક
વોટ્સએપમાં આવેલ એક લિંક

By

Published : Jan 8, 2023, 8:42 PM IST

મોરબી:સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જઈ રહ્યો છે ત્યારે ઓનલાઈન છેતરપિંડીના બનાવો (WhatsApp scams) પણ સતત વધી રહ્યા છે. ત્યારે ભેજાબાજો વોટ્સઅપમાં લીંક મોકલીને (Fraud by sending link in WhatsApp) બેંક ખાતું ખાલી કરતા હોવાના બે બનાવો મોરબીમાં સામે આવ્યા છે. જે મામલે મોરબી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આવી છે

WhatsAppમાં લીંક મોકલી લાખો પડાવ્યા: મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીના શનાળા રોડ પર અરીહંત સોસાયટીમાં રહેતા અને ગઢવીરંગમાં ખોડીયાર સિલેકશન કરીને દુકાન ધરાવતા જીગરભાઈ પ્રવીણભાઈ પોપટે મોરબીએ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે જીગરભાઈના મોબાઈલ નંબર પર VM-iCASHB મેસેજમાં ICICI Credit Card Points Worth Rs.6850 Will Expired Tomorrow. Kindly Redeem Points In Cashback By Clicking https://cutt.ly/lxlp8Rv- DCEnter તેવી લીંક આવતા જેમાં આઈસીઆઈસીઆઈ બેંકની icici_rewards.apkની એપ્લિકેશનમાં જીગરભાઈએ પોતાના ક્રેડિટ કાર્ડની ડીટેઇલ આપતા ડીટેઇલના આધારે રૂપિયા 1,98,022.50 ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો

એક સાડી મહિલાને 56 હજારમાં પડી: બીજા બનાવમાં મોરબીના શકતશનાળા ગામે રહેતા તુપ્તીબેન સુરેશભાઈ ગોહિલે ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેણીએ ઓનલાઈન સાડી મંગાવેલ હોય જે પાર્સલ માટે અજાણ્યા વ્યક્તિએ પાર્સલ મળી જાય તે માટે વિશ્વાસમાં લઇ તુપ્તીબેનના વોટ્સઅપમાં લીંક મોકલતા તૃપ્તીબેને લીંક ઓપન કરતા તેણીના એસબીઆઈના ખાતામાંથી રોકડ રકમ રૂપિયા 56,625 જાણ બહાર ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. બંને બનાવમાં મોરબી એ ડીવીઝન પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડી સહિતની કલમો આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર

લોભ લાલચ પડી શકે છે મોંઘી:જો તમે WhatsApp પર આ સ્કેમથી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો તમારી જાતને બચાવવાનો સૌથી સહેલો અને સલામત રસ્તો એ છે કે અજાણ્યા કૉલ્સ અને મેસેજને અવગણવો. કોઈ પણ લિંક પર ક્લીક કરતાં પહેલા મેસેજને ચકાસો, ક્યાંથી આવ્યો છે તેની ખરાઈ કરો. બેન્ક ડિટેઈલ કોઈને આપતાં પહેલા ચેતો. બેંન્ક ક્યારેય પણ તમારો ઓટીપી માંગતી નથી. જો આવા કોઈ મેસેજ આવે તો તમે કંઈ પણ ડિટેઈલ દાખલ કરતાં પહેલા બેંન્કની મુલાકાત લો અથવા તો કંપનીની આપેલ નંબર પર જ કોલ કરો. કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વિના સમજદારી કામ લો. જો તમારી સાથે આવી કંઈ ઘટના બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તરત જ ફરિયાદ (Complaint) નોંધાવી શકો છો.

ABOUT THE AUTHOR

...view details