સુલતાનપુર ગ્રામપંચાયત દ્વારા વાવેતર માટે કરી પાણીની માંગ - WATER ISSUE
મોરબીઃ માળિયા શાખા નર્મદા કેનાલ વિસ્તારમાં ઘાસચારાના વાવેતર કરવા માટે પુરતું પાણી મળી રહે તે માટે સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા માળિયા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયા શાખા નર્મદા કેનાલમાં સુલતાનપુર, વિશાલનગર, ખાખરેચી, માણાબા, વિજયનગર, ચીખલી, વાઘરવા, ખીરઈ સહિતના 10 ગામો સુધી કેનાલમાં પાણી પહોંચતું નથી.
માળિયા શાખા નર્મદા કેનાલના વિસ્તારમાં માઈનોર બ્રાંચ કેનાલમાં રાત્રે પાણીના ગેટ ખોલીને પાણીનો બગાડ થાય છે. તે પાણીનો બગાડ અટકાવવામાં આવે અને ગેટ બંધ કરાવવા માંગ કરી છે.
વધુમાં જણાવ્યુ કે, પાણીનો બગાડ બંધ થાય તો છેવાડાના 10 ગામને ઘાસચારાના વાવેતર માટે પુરતું પાણી મળી શકે તેમ છે. ગત વર્ષે ઓછો વરસાદ થવાને પગલે ઘાસચારાની અછત ઉભી થઇ હતી. આ વર્ષે આ પરિસ્થિતિનું પુુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.