વાંકાનેરના અદેપર પેપરમિલમાં ભીષણ આગ લાગી - GUJARATINEWS
મોરબી : અદેપર નજીક આવેલી પેપરમિલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
સ્પોટ ફોટો
વાંકાનેરના અદેપર નજીક આવેલી ગોપાલક્રિષ્ના પેપરમિલમાં બપોરના સુમારે ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટમાં આગ લાગી હતી. મોરબી ફાયર ટીમના ડી .ડી .જાડેજા, વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ, રતિલાલ, પ્રીતેશ સહિતની બે ટીમો સ્થળ પર દોડી હતી.પેપરમિલમાં આગ લાગી ત્યારે વાંકાનેર ફાયર ફાયટર ની ગાડી બંધ હતી.