મોરબીઃ વાંકાનેરની અમરનાથ સોસાયટીના મહિલા કોરોના સંક્રમિત થતા દર્દીને વાંકાનેર સિવિલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતાં. જ્યાં મહિલા દર્દી જે વોર્ડમાં હોય તેને તાળું લગાવી સ્ટાફ ચાલ્યો ગયો હતો. હોસ્પિટલમાં શ્વાનના પણ આંટાફેરા જોવા મળ્યા હતાં. જો કે, મહિલા દર્દીના પતિ ટીફીન આપવા ગયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
વાંકાનેર સિવિલની બેદરકારી, મહિલા દર્દી જે વોર્ડમાં હતી ત્યાં તાળું લગાવી સ્ટાફ ચાલ્યો ગયો - વાંકાનેર લેટેસ્ટ ન્યૂઝ
મોરબી જિલ્લામાં કોરોના કેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં આરોગ્ય તંત્રની જવાબદારી વધી જાય છે. તેમ છતાં આવી ગંભીર પરિસ્થિતિમાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર બેદરકારી જ નહીં, પરંતુ સંવેદનહીનતાની તમામ હદો વટાવતો કિસ્સો સામે આવ્યો હતો.
મહિલા દર્દીને રજા આપી દીધી હોવાનો અને સમગ્ર બનાવ પણ ત્રણ કે ચાર દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોસ્પિટલની સંવેદનહીનતાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના મામલે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ જણાવે છે કે, પોઝિટિવ મહિલાએ જ આઇસોલેશનમાં હોય તેની સલામતીના ભાગરૂપે જ તાળું માર્યું હતું અને નર્સ સ્ટાફ ક્યાંય ગયા નહોતા, પરંતુ હોસ્પિટલમાં જ કામ બાબતે હોય અને તે દિવસે સાંજના સમયે ડ્યુટી મહિલા નર્સની ડ્યુટી પૂર્ણ થતી હતી અને પુરુષ નર્સની ચાલુ થતી હતી. જેથી પોઝિટિવ મહિલાની વિનંતી હતી કે, મહિલા નર્સ જ ડ્યુટી પર રહે જેથી તે મહિલા નર્સને પરત બોલાવી હતી અને કુતરું હોસ્પિટલમાં હતું તે બબાતે લૂલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, નર્સ કામ બાબતે ગયા ત્યારે કુતરું અંદર આવી ગયું હશે અને ઉપરના માળે જતું રહ્યું હશે. જે બાદમાં નર્સને ખબર હતી નહીં.