ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદ અને વાંકાનેર પંથકમાંથી ખનીજ ચોરી કરતા 5 વાહન જપ્ત

મોરબીઃ વાંકાનેર પંથકમાં ખનીજચોરીની ફરિયાદોને પગલે પ્રાંત અધિકારીની ટીમે નાઈટ પેટ્રોલિંગ કરીને 2 ઓવરલોડ ખનીજ ભરેલી તેમજ એક રોયલ્ટી વીનાની ખનીજ પરિવહન કરતી એમ 3 ટ્રકો ઝડપી લીધી હતી તો હળવદના બ્રહમાણી નજીકથી 2 વાહનો ખનીજ ચોરી ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે.

હળવદ અને વાંકાનેર પંથકમાંથી ખનીજ ચોરી કરતા 5 વાહન જપ્ત

By

Published : Jun 30, 2019, 11:47 PM IST

વાંકાનેર પ્રાંત અધિકારી એન .એફ. વસાવાની ટીમે મોડી રાત્રીના સમયે વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી 2 સિલિકા સેન્ડ અને એક કોલસા ભરેલી એમ 3 ટ્રકો ઝડપી લીધી હતી. જેમાં 2 વાહનો ઓવરલોડ ભરેલ હોય અને એક રોયલ્ટી વીના ખનીજ પરિવહન કરતી ટ્રક હોવાથી 3 ટ્રકો ઝડપી લેવામાં આવી છે.

જયારે અન્ય એક ટ્રક પણ પકડવામાં આવી હતી. જેના કાગળો ચેક કરી નિયમોનુસાર હોવાથી તેને જવા દેવામાં આવી હતી. વાંકાનેર પ્રાંત અધિકારી ટીમ દ્વારા ખનીજ ચોરો સામે મોડી રાત્રે કરેલી કાર્યવાહીને પગલે ખનીજચોરી કરનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હળવદ પંથકના બ્રહમાણી નદીના પટમાંથી પણ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદના પગલે મામલતદાર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 ટ્રકો જપ્ત કરી હતી. આમ 2 તાલુકામાં 5 વાહનો પરવાના વીના ખનીજનું પરિવહન કરતા ઝડપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details