- વાંકાનેરના યુવાનને છરીના ઘા ઝીકી દેતા મૃત્યું
- બહેનની નજર સામે જ ભાઈને રહેંસી નાખ્યો
- બહેનની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી
વાંકાનેર:દાતાર (Datar hill) પાસે રહેતા મહિલા ફરીયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, દાતાર ટેકરી નજીક કેશા જીવાભાઈ ધંધુકીયાવાળા (ઉ.વ.40) યુવાનને આરોપીની પત્ની સામે કેમ જોયું તેનો રોષ ઠાલવી આરોપી કિશોર મગનભાઈ કોળીએ વાંકાનેર દાતાર ટેકરી(Vankaner Datar Hill) વાળાને છરી વડે છાતીના ભાગે અને વાસા તેમજ પગના ભાગે ચારથી પાંચ ઘા ઝીંકી જીવલેણ ઈજા પહોંચતા યુવાનનું મૃત્યું થયું હતું. વાંકાનેર સીટી પોલીસે (Vankaner City Police) આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
હત્યાના બનાવમાં મૃતકની બહેને ફરિયાદ નોંધાવી
હત્યાના બનાવમાં મૃતકની બહેને ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની સામે જ તેના ભાઈ કેશાભાઇ ધંધુકીયાને નજીવી બાબતે છરીના ઘા ઝીંકી રહેંસી નાખવામાં આવ્યો છે, જેથી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.