ગુજરાત

gujarat

ETV Bharat / state

Valentine Day 2022: વેલેન્ટાઇન ડે ની લકઝરીયસ ઉજવણી, ગરીબ બાળકોએ કરી ઓડી, મર્સીડીઝમાં સફર - poor kids Take ride in Luxurious Cars

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ (Young India Group Morbi) દ્વારા વેલેન્ટાઈન ડે (Valentine Day 2022) ના દિવસે ગરીબ બાળકોને મોંઘી કારોમાં ફેરવી (poor kids Take ride in Luxurious Cars) ભોજન કરાવીને આજના દિવસની (Joy Ride In Morbi) અનોખી ઉજવણી કરવામાં હતી.

Valentine Day 2022: વેલેન્ટાઇન ડે ની લકઝરીયસ ઉજવણી, ગરીબ બાળકોએ કરી ઓડી, મર્સીડીઝમાં સફર
Valentine Day 2022: વેલેન્ટાઇન ડે ની લકઝરીયસ ઉજવણી, ગરીબ બાળકોએ કરી ઓડી, મર્સીડીઝમાં સફર

By

Published : Feb 14, 2022, 1:57 PM IST

મોરબી :મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ (Young India Group Morbi) દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન ડે ને વાત્સલ્ય દિવસ તરીકે (Valentines Day celebrated as Vatsalya Divas) ઉજવવામાં આવે છે, જેને અનુસંધાને (Joy Ride In Morbi)આ વર્ષે પણ જોય રાઈડનું આયોજન કરવામાં (Valentine Day 2022) આવ્યું હતું. આ જોય રાઈડમાં 100 જેટલા ઝૂપડપટ્ટીના ગરીબ બાળકો અને સરકારી શાળાના બાળકોને ઓડી, મર્સિડીઝ, ફોર્ચ્યુંનર જેવી મોંઘી કારોમાં (poor kids Take ride in Luxurious Cars) ફેરવ્યા હતા.

વેલેન્ટાઇન ડે ની લકઝરીયસ ઉજવણી, ગરીબ બાળકોએ કરી ઓડી, મર્સીડીઝમાં સફર

આ પણ વાંચો:Valentines Day 2022 : લગ્ન પહેલા દિલ, લગ્ન પછી લીવર... આ રીતે પ્રેમ થયો સાબિત!

બાળકોને હોટેલમાં ભાવતુ ભોજન કરાવ્યું

મોંઘી કારમાં બેસવાનું ગરીબ બાળકો સ્વપ્ન પણ જોઈ સકતા ના હોય ત્યારે, યંગ ઇન્ડિયા ગ્રુપ અને મોરબીના ઉધોગપતિ યુવાનો દ્વારા બાળકોનું આવી મોંઘી કારમાં ફરવાનું સ્વપ્ન સાકાર કરાવ્યું હતું. લક્ઝરી કારમાં બેસીને બાળકોએ મોરબીની સવારીનો આનંદ માણ્યો હતો, સાથે જ બાળકોને હોટેલમાં ભાવતા ભોજનીયા કરાવીને મોજ કરાવી હતી.

આ પણ વાંચો:Valentine Day 2022: જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી Love Story, જુઓ

મોંધી કારમાં ફરવાનું સ્વપ્ન થયું સાકાર

કરોડપતિ ઉદ્યોગપતિઓ ફરતા હોય તેવી મોંઘી કારમાં ગરીબ બાળકોએ સવારીનો આનંદ લૂંટ્યો હતો, જે કાફલાની આગળ પોલીસ ગાડીએ પાયલોટીંગ કર્યું હતું અને બાળકો વીઆઈપી લાગણી અનુભવી ખુબ મોજમાં જોવા મળ્યા હતા. બાળકોએ આખા રસ્તે આનંદથી બુમાબુમ અને કીકીયારીઓ કરી હતી જે નજારો જોઇને શહેરીજનોમાં પણ આનંદ છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details