ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીઃ તીથવા ગામ પાસેની આસોઈ નદીમાં 4 બાળકીઓ તણાઈ, 2નો બચાવ

વાંકાનેરના તીથવા ગામ નજીક આવેલી આસોઈ નદીમાં 4 બાળકીઓ પાણીમાં તણાઈ હતી. જેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ 2 બાળકીનો બચાવ કર્યો છે, જ્યારે અન્ય 2 બાળકીની શોધખોળ શરૂ છે.

ETV BHARAT
તીથવા ગામ પાસેની આસોઈ નદીમાં 4 બાળકીઓ તણાઈ, 2નો બચાવ

By

Published : Sep 1, 2020, 9:58 PM IST

મોરબીઃ વાંકાનેરના તીથવા ગામ નજીક આવેલી આસોઈ નદીમાં 4 બાળકીઓ પાણીમાં તણાઈ હતી. જેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ 2 બાળકીનો બચાવ કર્યો છે, જ્યારે અન્ય 2 બાળકીની શોધખોળ શરૂ છે.

મળતી માહિતી મુજબ, અમરસર તળાવ પાસે ઝૂપડામાં રહેતા અને ભિક્ષાવૃતિ કરતા પરિવારની 4 બાળકીઓ તીથવા ગામે ગઈ હતી. આ ગામ જવાના રસ્તામાં આસોઈ નદી આવે છે. જેથી આ બાળકીઓ આ નદીમાં નહાવા પડી હતી. આ દરમિયાન તમામ ચારેય બાળકીઓ પાણીમાં ડૂબવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ 2 બાળકીનો બચાવ કર્યો છે, જ્યારે અન્ય 2 બાળકીઓની શોધખોળ શરૂ કરી હતી.

નદીમાં ડૂબવાની અન્ય ઘટનાઓ

આ પણ વાંચોઃકચ્છ: જામથડા નદીમાં કાર તણાવવાથી વૃદ્ધનું મોત

કચ્છમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર નદી, ડેમ છલકાયા છે. આ સાથે જ જાનહાનીની ઘટનાઓ પણ બની રહી છે. સોમવારે ભુજ તાલુકાના જામથડા અને વડસર ગામની નદીમાં એક કાર તણાવાની ઘટના બની છે. જેમાં કાર ચાલકનું મોત થયું છે.

આ પણ વાંચોઃખેડાઃ નદીમાં ગણેશ વિસર્જન કરવા જતા 4 યુવાન તણાયા, 1નું મોત, જુઓ લાઈવ વીડિયો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે શેઢી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો બે કાઠે વહેતી નદીના વહેણમાં તણાયા હતા. જેથી વિસનગર ગામેથી તરવૈયાઓને બોલાવતા તેમણે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે એક યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. મૃતદેહને ડાકોર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી ઠાસરા પોલીસે વધુ તપાસ ધરી છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચોઃઘેડ વિસ્તારના પાણીમાં ન્હાવા પડેલા કડછના યુવાનનું ડૂબી જવાથી મોત

માધવપુરના કડછ ઘેડ અને બગરસરાના ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓજત નદીમાં પૂર આવ્યું છે. જેથી ખેતરોમાં પૂરના પાણી ભરાયા ગયા હોવાથી 3થી 4 યુવાન ન્હાવા ગયા હતા. આ દરમિયાન તેમાંથી રમેશ નાથા વાઘેલા નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.

આ પણ વાંચોઃવલ્લભીપુરમાં નદીના પ્રવાહને પાર કરવા માતા-પુત્રનું ડૂબી જવાથી મોત

રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે બાદ નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામે નદીના પ્રવાહને પાર કરવા જતા તણાઇ જવાથી 30 વર્ષીય માતા અને 8 વર્ષીય તેના પુત્રનું મોત થયું છે.

આ પણ વાંચોઃગોધરાના લીલેસરા ખાતે 2 યુવાનોના ડૂબીજવાથી મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગોધરા તાલુકાના લિલેસરા ગામ ખાતે લુણીયા તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા અને બને યુવકોના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા. તેમજ આ ઘટનાની જાણ પરિવાર જનોને થતા શોકનો માહોલ સર્જાયો હતો. બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગોધરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃબારે મેઘ ખાંગાઃ મોરબીના 2 બનાવોમાં 7 લોકો તણાયાં, 1નુ મોત

મોરબી જિલ્લામાં મેઘો વધુ મેહરબાન બનતા કેર સમાન લાગી રહ્યો છે. જેના લીધે હવે લોકોને ભારેે મુશ્કેલી પડી રહી છે અને તંત્ર એલર્ટ બનવા તૈયારી કરતા મેઘરાજા જાણે વધારે આક્રમક બન્યા હોય તેમ વરસાદના કારણે જુદા-જુદા બે બનાવો બન્યા હતા. જેમાં કુલ 7 લોકો તણાંયા છે. તેમાં 1નું મૃત્યુ થયું છે, તો બે લોકોના જીવ બચાવી લેવમાં આવ્યા છે અને હજુ 4ની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃમોડાસાના મુલોજમાં ચેકડેમમાં ડૂબી જવાથી એકનું મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામ નજીક બનાવેલ ચેકડેમ પરથી પસાર થઇ રહેલ 40 વર્ષીય યુવકનો અચાનક પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયો હતો. 18 કલાકની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ હતી.

આ પણ વાંચોઃઊંઝાના વરવાડા પાસે પાણીના વહેણમાં કાર સાથે ખેરાલુનો પરિવાર તણાયો, 2ના મોત

મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઊંઝા તાલુકાના વરવાડા ગામ પાસે કાર સાથે પસાર થઇ રહેલા ખેરાલુના એક પરિવારના 5 સભ્યો પાણીમાં તણાયા હતા. આ ઘટનામાં પિતા અને પુત્રનું મોત થતા ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃબનાસકાંઠાઃ પાણીયારી ગામે ડૂબવાથી એક યુવકનું મોત, 2નો બચાવ

બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીના ઝરણાં વહેતાં થયાં છે. આવું જ એક ઝરણું પાણીયારા ગામે વહેતું થયું છે. આ ઝરણામાં 3 યુવાનો આ નહાવા પડ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થયું છે, જ્યારે અન્ય 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત

દેવગઢ જિલ્લાના લસાની ગામમાં સોમવારે 50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત થયા હતા. આ બાળકો ન્હાવા માટે ગયા હતા. પાણી ઉંડુ હોવાથી તેમના મોત થયા હતા. આ બાબતની જાણકારી એક છોકરાએ આપી હતી, જે તેમની સાથે આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details