- મોરબીમાં યુવાન હત્યા પ્રકરણમાં પત્નીના પ્રેમી સહીત બે ઝડપાયા
- હત્યારી પત્ની અગાઉ મોટાભાઈની પત્ની હોવાનો ઘટસ્ફોટ
- કેવી રીતે આપ્યો હતો હત્યાને અંજામ ?
મોરબી: શહેરના કાંતિનગર વિસ્તારમાં એક વ્યક્તિને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને ખાડો કરીને દાટી દીધેલા મૃતક યુવાન કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષ અગેચણીયા હોવાનું ખુલ્યું હતું અને મૃતક યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અગેચણીયા અને તેના પ્રેમી જુમા સાજણ માજોઠીએ મોતને ઘાટ ઉતારી ખાડો કરીને દાટી દીધાનું ખુલ્યું હતું. પત્ની યાસ્મીન ઉર્ફે આરતીએ જુમાં માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જે પતિને ગમતું ન હોય જેથી પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
હત્યામાં બેથી વધુ શખ્શોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું
આ બનાવ અંગે મૃતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી હતી. પી.આઈ. આઈ. એમ. કોઢિયાની ટીમે હત્યાની તપાસ ચલાવી હતી. જે હત્યામાં બેથી વધુ શખ્શોની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. બી ડીવીઝન પોલીસે હત્યાના આરોપી જુમા માજોઠી અને શાહરૂખ મેહબૂબ મેમણ એમ બે શખ્સોની ધરપકડ કરી છે. તો હત્યારી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી તેમજ આરોપી જુમો પણ પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હત્યારી પત્ની અગાઉ મોટાભાઈની પત્ની હોવાનો ઘટસ્ફોટ