ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના રાતાભેર ગામે પેટ્રોલ પંપમાં થયેલી લૂંટના બે આરોપીઓ ઝડપાયા - મોરબી

હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ પેટ્રોલપંપ પર બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલ ભરાવવાનું કહી કર્મચારીને ધમકી આપીને લુંટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અનુસંધાને મોરબી LCB ટીમે લુંટારુઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

halvad
હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓ ઝડપાયા

By

Published : Jun 28, 2020, 1:41 PM IST

મોરબી : હળવદ તાલુકાના રાતાભેર ગામ નજીક આવેલ નાગેશ્વર પેટ્રોલપંપ પર ગત તા.22 ના રોજ બે અજાણ્યા શખ્સોએ બાઈક પર પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. ત્યારે પેટ્રોલપંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાની એકલતાનો લાભ લઈને તેને પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઓફીસમાંથી રોકડ રકમ 38,000 તથા મોબાઈલ નંગ-1 કીમત રૂ.2000 એમ કુલ મુદામાલ રૂપિયા 40,000 ની લૂંટ કરી હતી.

  • પેટ્રોલ પંપમાં થયેલી લુંટના બે આરોપીઓ ઝડપાયા
  • હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
  • LCB ટીમે લુંટારુઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી

જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. જે પૈકી મોરબી એલ.સી.બી. ટીમે મોરબી તાલુકાના 399,402,120 બી, આર્મ્સ એક્ટ તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબના ગુનાની તપાસ ચલાવી હતી. તે દરમિયાન આરોપી હીરાભાઈ કરશનભાઈ રંગપરા, વિશાલ અક્ષયબર યાદવ, સુરેશભાઈ મોહનભાઈ હતવાણી અને અશોક્ભાઓ જેમાભાઇ સારદીયાને અટક કરી કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા આરોપી હીરાભાઈ કરશનભાઈ અને અશોકભાઈ જેમાભાઇ સારદિયા પેટ્રોલપંપમાં લૂંટ કરી હોવાની કબુલાત આપી હતી. જેમાં બંને આરોપીની પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details